તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાલિકાએ ઉમરાની જમીનો ફરજિયાત સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાએ ઉમરાની જમીનો ફરજિયાત સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

પાલઉમરા બ્રિજને નડતરરૂપ ઉમરા ગામના રહેવાસીઓની જમીનનો કબજો ફરજિયાત સંપાદન હેઠળ લેવા સ્થાયી સમિતિએ અગાઉ નિર્ણય કરી દીધો હતો. જો કે, ગામવાસીઓને એક તક આપીને વાટાઘાટ માટે બોલાવ્યા હતા, તેમાં ત્રણ ત્રણ વખત વાટાઘાટ કરવામાં આવી હોવા છતાં કોઇ નિર્ણય નહીં આવતાં આખરે વહીવટી તંત્રએ જમીનો ફરજીયાત સંપાદન હેઠળ લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પાલ ઉમરા બ્રિજ માટે ઉમરા ગામવાસીઓનાં 26 મકાનનો કબજો લેવો પડે તેમ છે. માટે પાલિકાએ વાટાઘાટ કર્યા બાદ કોઇ નિરાકરણ આવ્યું નહોતું. તેમાં ઉમરા ગામના 8 રહેવાસીઓએ મકાનના બદલામાં જમીન અને તેના બાંધકામનો ખર્ચ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી, જ્યારે પાલિકાએ નિયમ પ્રમાણે મકાનના બદલામાં આવાસ આપવાની વાત કરી હતી. તેથી ત્રણ ત્રણ વખત સ્થાનિકો સાથે બેઠક કરવામાં આવી હતી, પરંતુ વાટાઘાટમાં કોઇ નક્કર પરિણામ આવ્યું નહોતું. તેના લીધે પાલિકાના વહીવટી તંત્રએ જમીનોનો કબજો ફરજિયાત સંપાદન હેઠળ લેવાનો નિર્ણય કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

લેખિતમાં માગણી કરવાની રહીશોએ ના પાડી હતી

ઉમરાનારહેવાસીઓ સાથે યોજાયેલી બેઠકમાં લોકોએ જમીનના બદલામાં જમીનની માંગણી કરી હતી, તેના પર મકાન બનાવી આપવાનો ખર્ચ પાલિકા આપે તેવી રજૂઆત કરી હતી. તેની સામે કમિશનરે જણાવ્યું હતું કે પોલિસીની બાબત છે. હાલમાં પોલિસી પ્રમાણે તેમને એલઆઇજી આવાસની ફાળ‌વણી કરી શકાય એમ છે. જેથી સમગ્ર બેઠક કોઇ નક્કર પરિણામ વિના મુલતવી હતી.

સ્થાયીસમિતિને જાણ પણ કરી દેવાઈ

ઉમરાનારહીશોની જમીનનો કબજો ફરજિયાત સંપાદન હેઠળ લેવાની કાર્યવાહી તંત્રએ શરૂ કરી હોવાની જાણ સમિતિને કરી છે, આગામી દિવસોમાં પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરાશે. ઉમરા-પાલ બ્રિજ બનાવવા પાલિકાએ ઇપીસી પ્રમાણે કામગીરી સોંપી છે, કોન્ટ્રાક્ટરને સાઇટ ખુલ્લી કરી આપવાની જવાબદારી પાલિકાની છે. પરંતુ ગામવાસીઓનો મુદો ગુંચવાયો હોવાથી ઉમરાગામ તરફથી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઇ નથી. ચોમાસા બાદ ઉમરા તરફથી કામગીરી શરૂ થાય તેવા પ્રયાસ તંત્રએ શરૂ કર્યા છે.

પાલ-ઉમરા બ્રિજ સાકાર કરવા માટે ઉમરા ગામવાસીઓનાં 26 મકાનનો કબજો લેવો પડે તેવી સ્થિતિ, ચોમાસા બાદ કામગીરી શરૂ થાય તેવા પ્રયાસ

ત્રણ-ત્રણ વખત વાટાઘાટ નિષ્ફળ જતાં તંત્રનો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો