તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • IDSમાં 350 કરોડનો ફિગર વટાવ્યો છતાં 5000 કરદાતાનું લિસ્ટ બનાવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IDSમાં 350 કરોડનો ફિગર વટાવ્યો છતાં 5000 કરદાતાનું લિસ્ટ બનાવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેમક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ સંભવીતોની યાદી તૈયાર થાય છે તેમ આઇડીએસ અગાઉ આઇટીએ પણ 77 જેટલાં કરદાતાની યાદી તૈયાર કરી હતી જેમાં પેની સ્ટોક અને શેર પ્રિમિયમમાં ગેરરીતિના આરોપનો સામનો કરી રહેલી કંપની અને તેના ડિરેકટરો પણ હતા. સપ્ટેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયા દરમિયાન આઇડીએસમાં રૂપિયા 350 કરોડનુ ડિસ્કલોઝર થઈ ચૂકયુ હોવા છતાં સીબીડીટી સાથેની વીડિયો કોન્ફરન્સમાં સ્થાનિક અધિકારીઓને કાળા નાણાંની વધુ જાહેરાતમાં એડી ચોટીનું જોર લગાવવા માટેના આદેશ આપી દેવાયા હતા. આથી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ 77 કરદાતાની યાદી લંબાવીને સીધી 5000 કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં બિલ્ડર ઉપરાંત ટેક્સટાઇલ અને ડાયમંડના ઉદ્યોગપતિઓ પણ છે.

વીડિયો કોન્ફરન્સની સાઇડ ઇફેક્ટના લીધે યાદી વધારવી પડી છે. જો બોર્ડ સંતુષ્ટ હોત તો ચોક્કસ અધિકારીઓની પીઠ થાબડી હોત. પરંતુ બોર્ડના સભ્યોએ તો સ્પષ્ટ કહી દીધુ હતુ કે સુરત પાસે ઘણી અપેક્ષા છે. આવનારા સમયમાં રેન્જ વાઇઝ (આઇટીમાં નવ રેન્જ છે) જે 500 જણની યાદી બનાવવામાં આવનાર છે તેમાં આવનારા 15 દિવસમાં બને તેટલાં કરદાતાઓનો સી.એ. દ્વારા સંપર્ક કરીને તમામને આઇડીએસમાં ડાયવર્ટ કરવા પ્રયાસ કરવામાં આવશે. મોટાભાગના કરદાતા સુધી પહોંચવા આઇટી હાલ મેઇલ કે મેસેજનો પણ ઉપયોગ કરી શકે છે.

આઈડીએસમાં શહેરના બિલ્ડરોએ અઢળક કાળા નાણાં જાહેર કર્યા છે ત્યારે આઈટી વિભાગનો ટાર્ગેટ પણ વધી ગયો છે અને હવે શહેરના મોટાભાગના કરદાતાઓને આઈડીએસમાં સાંકળી લેવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ટેક્સટાઇલ ગ્રુપ દ્વારા 5.30 કરોડ જાહેર

આઇડીએસમાંશહેરના ટેક્સટાઇલ ગ્રુપ દ્વારા રૂપિયા 5.30 કરોડની જાહેરાત કરવામાં આ‌વી હતી. નોંધનીય છે કે અત્યાર સુધી બિલ્ડરો જાહેરાતમાં આગળ રહ્યા હતા. સી.એ. દ્વારા પાંડેસરાની પ્રોસેસ હાઉસ અને આજ ગ્રુપની ટેક્સટાઇલ માર્કેટમાં ઓફિસ મળીને કુલ રૂપિયા 5.30 કરોડની જાહેરાત કરવામાં આવી હતી.

ડિસ્ક્લોઝર થાય તો 45 ટકા ઉપરાંત 18 ડિવિડન્ટ

ચારેકોરએક ચર્ચા છે કે આઇડીએસમાં વ્યક્તિગત કરદાતા કેમ આગળ આવી રહ્યા છે. કંપનીઓ કેમ ડિસ્કલોઝર કરતી નથી. નોંધનીય છે કે નાની ટેક્સટાઇલ ફર્મ પણ કંપનીમાં ડાયવર્ટ થઈગઈ છે. ડાયમંડ અને રીઅલ એસ્ટેટમાં પણ આજ હાલત છે. સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે કંપનીના કેસમાં જો આઇડીએસમાં ડિસ્કલોઝર થાય તો 45 ટકા ઉપરાંત 18 ટકા ડિવિડન્ડના પણ ભરવા પડે.

IT બિલોરી કાચ લઈને બેઠું, બોર્ડને સુરત પાસેથી મોટી આશા

આઇટીમાં રેંજ પ્રમાણે 500 કરદાતાઓની યાદી બનાવી તમામને આઈડીએસમાં ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો