તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ભેસ્તાનની સમિતિની શાળામાં અસામાજિકોના આતંકથી શિક્ષકોમાં ભય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેસ્તાનની સમિતિની શાળામાં અસામાજિકોના આતંકથી શિક્ષકોમાં ભય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભેસ્તાનઆવાસમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અસામાજિક તત્વોનાં આતંકને પગલે શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ભયના માહોલમાં અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થિનીઓ અને શિક્ષિકોને વારંવાર ડર સતાવી રહ્યો છે કે કદાચ કોઇ વિદ્યાર્થિની કે શિક્ષિકા સાથે અણબનાવ ના બને. સમિતિના કારભારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં અસામાજિક તત્વો સામે કોઈ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન આવાસમાં એક શાળા આવેલી છે. શાળામાં અસામાજિક તત્વોનો ભારે આતંક હોય શિક્ષકોના ભયના માહોલ હેઠળ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. અસામાજીક તત્વો શાળા કેમ્પસમાં પડ્યા પાથર્યાં રહે છે અને શિક્ષકો સહિત વિદ્યાર્થિનીઓ સાથે અશ્લીલ હરીકતો કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ છે. એટલું નહીં અસામાજીક તત્વો બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનનો સખત વિરોધ કરી રહ્યા છે, શાળાઓમાં બારીના કાચ ફોડવા સાથે દરવાજામાં તોડફોડ કરી શિક્ષણમાં રૂકાવટનું કામ ઉભું કરી રહ્યા છે. એટલું નહીં પરંતુ શિક્ષકોની ગાડીની હવા કાઢી નાંખવી તથા પંકચર કરવાની હરકતો કરવામાં આવી રહી છે. બાબતે શિક્ષણ સમિતિમાં અવારનવાર શિક્ષકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે પરંતુ અસામાજીક તત્વોનો ધાક એટલો છે કે આજદિન સુધી તેઓની સામે પોલીસ ફરિયાદ કરવાની હિંમત શિક્ષણ સમિતિના કારભારીઓની થઇ નથી. જેથી અસામાજીક તત્વોના ત્રાસને પગલે ગરીબ બાળકોનું ભણતર નહીં બગડે તે માટે તત્વોને દૂર કરવા માટે જરૂરી પગલા લેવાય જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો