• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લાલબાગના રાજાના મૂર્તિકારે સુરત માટે ગણેશજીને બનાવ્યા

લાલબાગના રાજાના મૂર્તિકારે સુરત માટે ગણેશજીને બનાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : મુંબઇનાલાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારે સુરત માટે વર્ષે સુરત માટે પણ શ્રીજી બનાવ્યા જેના આગમન સાથે શનિવારે શ્રીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સુરત શહેર સાઇ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગરબા ચોક, કૈલાસનગર ખાતે સુરતના રાજાની સ્થાપના કરવામાં આવશે.મુંબઇમાં લાલબાગના રાજાની મૂર્તિને સંતોષ રત્નાકર કાંબલી ઘણા વર્ષોથી બનાવે છે. તેઓ આખા વર્ષમાં માત્રા બાપ્પાની પ્રતિમા બનાવે છે પણ વર્ષે સુરતના મંડળે તેમને ખુબ વિનંતી કરીને બાપ્પાની આવી આબેહુબ પ્રતિમા બનાવીને સુરત લાવ્યા છે. લાલબાગના રાજાની પ્રતિમા જે માટીમાંથી બને છે તે માટી અને જે કલરકામ અને નક્કાશી પ્રતિમા પર થયા છે અને પ્રતિમાની ઉંચાઇ 9 ફૂટ જેટલી છે.

મંડળના 80 જેટલા સભ્યો બાપ્પાની પ્રતિમાને લેવા માટે મુંબઇ ગયા હતા. ઓપન ટ્રક તૈયાર કરાઇ આખા રસ્તે ખુબ સાવચેતી પૂર્વક સુરત લાવતા 24 કલાક થયા હતા.

અન્ય સમાચારો પણ છે...