• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લિંંબાયતની સોસાયટીઓમાં રસ્તા બનાવવાનું કામ શરૂ

લિંંબાયતની સોસાયટીઓમાં રસ્તા બનાવવાનું કામ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાલિકાનોલિંબાયત ઝોન 23 સોસાયટીઓમાં રસ્તાબનાવી રહ્યો છે. આંતરિક રસ્તાઓની સ્થિતિ બિસ્માર હતી તેમાં મેટલ ગ્રાઉન્ટીંગ કરી રસ્તાની કામગીરી હાથ ધરતાં રહીશોમાં ખુશી ફેલાઈ છે. એટલું નહીં ભેસ્તાન ભેંદવાડથી સી.આર.પાટીલ એસ્ટેટ જતાં રોડ પર જોગિંગ ટ્રેક બનાવવાનું પણ આયોજન કરાયું છે.

કતારગામ મેઈન રોડ તથા આંતરિક રસ્તાઓ, રાંદેર પાલનપુર રોડ, અડાજણના આંતરિક રસ્તાઓ, વરાછા, પુણા-સરથાણાની સોસાયટીઓના રસ્તાઓના બેહાલ થઈ ગયાં છે. તેથી તાકીદે રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ તેવી માંગ ઊઠી છે.

ભેંદવાડમાં જોગિંગ ટ્રેક બનાવાશે

લિંબાયતઝોનમાં ટીપી નંબર 62 ભેસ્તાન ભેંદવાડ ખાતે સી.આર.પાટીલ એસ્ટેટ તરફ જતાં રસ્તા પર 45 મીટર પહોળા અને ટીપીને જોડતાં 36 મીટર પહોળા ટીપી રસ્તા પર જોગિંગ ટ્રેક બનાવવાની કામગીરી પણ લિંબાયત ઝોને હાથ ધરી દીધી છે. શહેરમાં લિંબાયત ઝોનની પણ આગવી ઓળખ ઊભી કરવા બ્યુટિફિકેશન સહિતના વિકાશ કામો આકાર લઈ રહ્યા છે.

અન્ય વિસ્તારોના રસ્તા રિપેર કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...