તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઓમકાર વિદ્યાલય ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ

ઓમકાર વિદ્યાલય ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇનરવિઝન એન્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત ઓમકાર વિદ્યાલય ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. સન્માન સમારોહમાં મુખ્ય અતિથી એવા ખોડલધામ કાગવડના ટ્રસ્ટી અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ વસંતભાઇ મોવલીયાનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી ઓમકાર વિદ્યાલયના ટ્રસ્ટી જગદીશભાઇ ઢોલરીયાએ સન્માન કર્યું હતું.સમગ્ર અમરેલી જિલ્લામાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી ખૂબ આસ્થાભેર કરવામાં આવી હતી. અનેક ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીમાં આવેલી ઓમકાર વિદ્યાલય ખાતે પણ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના ટ્રસ્ટી અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ વસંતભાઇ મોવલીયાનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી ઓમકાર વિદ્યાલયના ટ્રસ્ટી જગદીશભાઇ ઢોલરીયાએ સન્માન કર્યું હતું. તથા વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ પૂર્ણિમાની ઉજવણી અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિના પ્રમુખ રમેશભાઇ કાથરોટીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટીના નવ નિયુક્ત પ્રમુખ રિધેશભાઇ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાહુલભાઇ ધાડીયા, ભિખાલાલ કાબરીયા, જયસુખભાઇ મોણપરા, પંકજભાઇ ધાનાણી, તેમજ ઓમકાર વિદ્યાલયના ટ્રસ્ટી જગદીશભાઇ ઢોલરીયા તથા પ્રિન્સીપાલ તોગડીયા, વઘાસીયા, તેમજ પ્રાથમિક વિભાગના પ્રિન્સીપાલ હિરલબેન ઢોલરીયા તેમજ શાળાના સર્વો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

ગુરૂપૂર્ણિમા નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તસ્વીર:જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...