તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાળકોને વર્ચ્યુઅલ વર્લ્ડથી દુર રાખવા ફેસ્ટ. યોજાશે

બાળકોને વર્ચ્યુઅલ વર્લ્ડથી દુર રાખવા ફેસ્ટ. યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

Upcoming Event

સિટી રિપોર્ટર | સુરત

આજનાબાળકો સ્માર્ટફોન અને ઇન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં જીવી રહ્યાં છે. બાળકોને વર્ચ્યુઅલ દુનિયામાંથી બહાર કાઢી તેમનામાં રહેલી શુસુપ્ત શક્તિ જગાડવાનો એક પ્રયાસ વલસાડના ડો.ભૈરવી જોષી, ધ્રુવ જોષી અને ચૈતાલી રાજપુત દ્વારા સુરતમાં પ્રથમવાર અનોખા વર્કશોપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને સ્ટોરી રાઇટિંગ, સ્ટોરી ટેલિંગ અને ઇલ્યુસ્ટ્રેશનની અનોખી તાલીમ અપાશે. સિવાય બાળકોમાં ક્રિએટિવિટી ડેવલપ થાય માટે અવનવા ક્રાફ્ટનો અને વર્કશોપ પણ રાખવામાં આવ્યો છે. દિવ્ય ભાસ્કરના સથવારે સુરતમાં પહેલીવાર યોજાનારા ફેસ્ટિવલમાં માતાપિતાને સાહિત્યમાં સમજ કેળવાય અને તેના પ્રત્યે રુચિ જાગે અને માતાપિતા દ્વારા બાળકોના ભણતરનો વિકાસ અને ક્રિએટિવિટી બહાર કાઢવા માટે અનોખા સેશનનું આયોજન કરાયું છે. ફેસ્ટિવલની શરૂઆત અતિથિ વિશેષ સાંસદ સી.આર.પાટીલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ દેસાઇ દીપ પ્રાગટ્યથી થશે. સુરત સાયન્સ સેન્ટરમાં યોજાનારા વર્કશોપમાં ફિલ્મ એક્ટર મનોજ જોશી, ફિલ્મ ડિરેક્ટર સંજય છેલ અને સોશિયલ ઇનિશ્યિેટર ગીતાબેન શ્રોફ બાળકો વડીલો અને બાળકો સાથે ચર્ચા કરશે. વલસાડની ધ્રુવી જોશીએ રાઇઝિંગ રાઇટર્સનું એક ક્લબ બનાવ્યું છે. તેને પોતાની સાથે નાની ઉંમરના બાળકોને પણ લખવા માટે પ્રેરિત કર્યાં છે અને તેમની બુક પણ લોંચ કરી છે. હવે તેના અનુભવ અને તેનું પીઠબળ પુરું પાડનાર તેમના માતા ડો.ભૈરવી જોષી અને ચૈતાલી રાજપુત દ્વારા અનુભવનો નિચોડ વર્કશોપમાં ઉમેરશે. જેમના દ્વારા બાળકોની ચોક્કસ રુચિ અને આવડત જોઇ તેમને ટ્રેનિંગ અપાશે. ફેસ્ટીવલ 16મી જુલાઇએ સવારે 9થી સાંજે 8 વાગ્યા સુધી સાયન્સ સેન્ટર ખાતે યોજાશે. વધારે માહિતી મેળવવા માટે 9099010116 અને 9157757843 પર સંપર્ક કરો.
અન્ય સમાચારો પણ છે...