તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 77 સ્પાન ધરાવતો સુરતનો સૌથી લાંબો જીલાની બ્રિજ નાઇટ આઉટિંગ બન્યો

77 સ્પાન ધરાવતો સુરતનો સૌથી લાંબો જીલાની બ્રિજ નાઇટ આઉટિંગ બન્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાજણ જીલાની કોમ્પલેક્ષ અને વેડ રોડ વચ્ચે સાકાર થયેલા જીલાની બ્રિજ શહેરમાં તાપી નદીના પટમાં સૌથી લાંબો બ્રિજ છે. તેમજ મલ્ટિલેયર ધરાવતો એકમાત્ર બ્રિજ છે. ટ્રાફિકની બાબતમાં રિંગરોડ બાદ સૌથી વધુ વ્યસ્ત આ જીલાની બ્રિજ છે. સૌથી વધુ 77 સ્પાન ધરાવતાં આ બ્રિજની ઓળખ નાઈટ આઉટિંગ, મોર્નિંગ વોક અને સેલ્ફી પોઈન્ટ તરીકે વધુ થઈ રહી છે. આ બ્રિજ બન્યા બાદ રીંગરોડ પરની રીંગ પણ પુરી થઈ હતી. એટલે કે જીલાની બ્રિજ થી વેડરોડ વચ્ચે બ્રિજ બન્યો નહીં હોવાથી રીંગરોડ પરની રીંગ પુરી થતી ન હતી . જીલાની બ્રિજ બનતા કતારગામ દરવાજાથી શરૂ કરી ને લાલ દરવાજા, દિલ્હી ગેટ, સહરા દરવાજા, ઉધના દરવાજા, મજુરા ગેટ, અઠવાગેટ ત્યાંથી સરદાર બ્રિજ થઇને અડાજણ સર્કલ, અડાજણ સર્કલથી અડાજણ પાટીયા ત્યાંથી જીલાની બ્રિજ પરથી વેડરોડ અને વેડ રોડથી કતારગામ દરવાજા પહોંચતા 10 વર્ષ બાદ આ રીંગ પુરી થાય છે. મહત્ત્વની બાબત એ છે કે, નદી પરનો આ બ્રિજ મલ્ટિ લેયર છે અને ઉંચાઈ પર હોય હવા ખાવા માટે આઉટિંગ માટે, સેલ્ટિ પોઈન્ટ તેમજ મોર્નિંગ વોક માટે ફેવરિટ બન્યો છે. આ બ્રિજ રૂપીયા 227 કરોડના ખર્ચે સાકાર થયો છે. વેડ રોડ પાસે નદીના પટ સુધીમાં કુલ લંબાઈ 1095 મીટર અને કુલ બ્રિજની લંબાઈ 2999 મીટર છે. તસવીર -રિતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...