તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સોમેશ્વર એન્કલેવ જૈન સંઘમાં આ. યશોવર્મસૂરિની શોભાયાત્રા

સોમેશ્વર એન્કલેવ જૈન સંઘમાં આ. યશોવર્મસૂરિની શોભાયાત્રા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમેશ્વર એન્કલેવ જૈન સંઘમાં આચાર્ય યશોવર્મસૂરિ મહારાજની નિશ્રામાં નૂતન જિનબિંબોની શોભાયાત્રા નીકળી હતી. તેની સાથે આજે સંઘમાં લઘુસિદ્ધચક્રપૂજન અને કાલે નવગ્રહ મહાપૂજાના કાર્યક્રમો યોજાશે. 8 જુલાઈ સુધીમાં મુમુક્ષુ હેતલનો દીક્ષા સમારોહ અને જિનાલયનો અંજનશલાકા મહોત્સવ ઉજવાશે. બુધવારથી વેસુના સોમેશ્વર એન્કલેવ જૈન સંઘમાં આચાર્ય યશોવર્મસૂરિની નિશ્રામાં 8 જુલાઈ સુધી પૂજન, અંજનશલાકા અને દીક્ષાના મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે શુક્રવારે આ.યશોવર્મસૂરિ મહારાજની નિશ્રામાં નૂતન જિનબિંબોની શોભાયાત્રા નીકળી હતી.

આ પ્રસંગે આ.યશોવર્મસૂરિએ કહ્યું કે પરમાત્માનું પૂજન એટલે આત્માને ઉજાગર કરવાનું માધ્યમ છે. જીવ માનવીને જોઈ પ્રીતીમાં પડે એના કરતા પરમાત્માની પ્રીતી કરે તો ભવસાગર તરી જાય. રવિવારે નવગ્રહપૂજા અને સોમવારે જિનાલયમાં ચ્યવન કલ્યાણક અને ક્ષત્રિયકુંડ નગરીનું ઉદઘાટન કરાશે. ત્યારબાદ મંગળવારે 56 દિકકુમારીકા પુજન, બુધવારે રાજ્યાભિષેક અને મુમુક્ષુ હેતલની વરસીદાન શોભાયાત્રા નીકળશે. ગુરૂવારે દીક્ષા કલ્યાણક, હેતલની દીક્ષા અને મધરાતે અંજનશલાકા મહોત્સવ ઉજવાશે. શુક્રવારે પરમાત્માની પ્રતિષ્ઠા અને શનિવારે દ્વારોદઘાટન કરાશે. રવિવારે આ.શોવર્મસૂરિનો પાલ સંઘમાં ચાતુર્માસ નિમિત્તે પ્રવેશ થશે.

અન્ય સમાચારો પણ છે...