તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગાયત્રી મંદિર ખાતે પરશુરામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થશે

ગાયત્રી મંદિર ખાતે પરશુરામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા અશ્વિની કુમાર મોદી મહોલ્લો ગોપાલ સુંદરી મંદિર પાછળ આવેલ પૌરાણિક તડકેશ્વર મહાદેવ અને ગાયત્રી મંદિર ખાતે 2-3 જુલાઇના રોજ મહંત દેવેશ્વરાનંદજી મહારાજની અધ્યક્ષતામાં અને સમસ્ત બ્રહ્મસમાજના સથવારે વરાછા વિસ્તારના સામાજીક રાજકીય આગેવોનોની હાજરીમાં સુરતમાં પ્રથમ ભગવાન પરશુરામ ની મુર્તિની મંદિરમાં પ્રતિષ્ઠા થશે.સુરત પરશુરામની તપોભૂમિ કહેવાય છે. પરંતુ શહેરમાં પરશપુરામની મૂર્તિ પધરાવી હોય તેવું આ પહેલુ મંદિર હશે.મહંત દેવેશ્વરાનંદજીએ જણાવ્યંુ હતું કે, જગ્યા અમારી નાની છે પરંતુ પૌરાણિક છે. આ જગ્યા પર અનેક મહાત્માઓના તપનું બળ રહેલું છે. રાજસ્થાનના કુશળ શિલ્પકાર પાસે પરશુરામદાદાની 4.5 ફુટની મૂર્તિ તૈયાર કરાવી છે. 2 જુલાઇએ સુમંગલ સોસાયટી વરાછા પોલીસ સ્ટેશન પાછળથી ભગવાનની નગરયાત્રામાં નીકળશે તેમાં સમસ્ત બ્રહ્મ સમાજના મોટી સંખ્યામાં ભૂદેવો જોડાશે.3 જુલાઇ સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણપ્રતિષ્ઠા થશે બપોરે 11 કલાકે શહેરના મેયર સહિત આગેવાનો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...