• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતથી ચાર ટીમ ઉ. ગુજરાત બચાવ કામગીરી માટે પહોંચી

સુરતથી ચાર ટીમ ઉ. ગુજરાત બચાવ કામગીરી માટે પહોંચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હોય ખુદ વડા પ્રધાને પણ ગઈકાલે હવાઈ નિરીક્ષણ પુરગ્રસ્ત વિસ્તારોમાં કર્યુ હતું. ત્યાં મોટી સંખ્યામાં લોકો ઘર વિહોણા થઈ ગયા છે. તો ઘણાં લોકો ઘરોની ઉપર તો કેટલાક લોકો પાણીના પ્રવાહમાં નદીના છેડે ફસાયેલા છે. તેમને બચાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે પુણાથી એનડીઆરએફની ચાર ટીમ સુરત આવી પહોંચી હતી. જે સુરતથી આજે ઉત્તર ગુજરાત તરફ જવા રવાના થઈ છે. ટીમ હિંમત નગર, સુરેન્દ્ર નગર, રાધનપુર અને પાટણ ખાતે ચાર ટીમ પહોંચી ગઈ છે. તેમની સાથે 4 બસ, 4 ટવેરા કાર અને 4 આઈસર ટેમ્પો તમામ સાધન સુવિધા સાથે મોકલવામાં આવી છે.

સુરતથી શક્ય તમામ રાહતો મોકલાશે

^સુરત ખાતેથી રાહત માટે જે કઈ પણ જરૂર હશે તે મોકલવામાં આવશે. ત્યાં જે માંગણી હશે તે સુરત પુર્ણ કરી આપશે. હાલ 1 લાખ ફુડ પેકેટ મોકલી આપીએ છે. > મહેન્દ્રપટેલ, કલેક્ટર,સુરત

ધાનેરા વિસ્તારની સફાઇ તાત્કાલિક થાય તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની એક ટીમ આજે રવાના થઇ છે. તેમાં 2 ચીફ એસઆઇ, 5 એસઆઇ, 5 એસએસઆઇ, 10 પ્રાયમરી હેલ્થ વર્કર તથા 150 સફાઇ કામદારો અને જરૂરી સફાઇના સાધનો સાથે આજે રવાના કરવામાં આવી છે.

મહાપાલિકાએ પણ ધાનેરા ખાતે ટીમ મોકલી

કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠક યોજાઈ હતી. આશરે 1 કરોડ રૂપિયાની રાહત સામગ્રીની વ્યવસ્થા કરાઈ છે. 6500 અનાજની કિટ રવાના કરાશે. સાથે 2.58 લાખ બિસ્કીટના પેકેટ, 1 લાખ પાણીની બોટલ, 1 ટ્રક પાણીના પાઉચ અને 5800 તાડપતરી મોકલાઈ છે. હર્ષ સંઘવી અને નીતીનભાઈએ 1 મહીનાનું વેતન રાહત ફંડમાં આપ્યું છે. સુરતથી પશુઓ માટે 100 ટ્રક ભરીને ઘાસચારો પણ મોકલાયો છે.

1 લાખ ફૂડ પેકેટ રવાના કરાયાં : હર્ષ સંઘવી, નીતીન ભજિયાંવાલાએ એક માસનું વેતન રાહત ફંડમાં આપ્યું

1 કરોડની રાહત સામગ્રીની વ્યવસ્થા કરાઈ

અન્ય સમાચારો પણ છે...