• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હિતેશ કેસમાં જ્યોતિની તેના ઘરે 9 કલાક પૂછપરછ કરાઈ

હિતેશ કેસમાં જ્યોતિની તેના ઘરે 9 કલાક પૂછપરછ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના હિતેશ દેસાઈ (રબારી)એ પોતાના નવસારી સ્થિત મટવાડના ફાર્મ હાઉસમાં આપઘાત કરી લીધો હતો. હિતેશના આપઘાત પાછળ સિટીલાઈટની પરિણીતા જ્યોતિ જવાબદાર હોવાની વાતો હિતેશના ભાઈ દશરથએ પોલીસ સમક્ષ જણાવી છે. બીજી તરફ જ્યોતિએ પોલીસ રેલો આવતા તે ઘરેથી ગાયબ થઈ હતી.નવસારી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી જેમાં કોર્ટએ તેની અરજી નામજૂંર કરી છે. બુધવારે સવારે નવસારી પોલીસના ડીવાયએસપી અને મહિલાપોલીસ સહિત 6 પોલીસકર્મી જ્યોતિના ઘરે એક કલાક પહેલા સવારે 10 વાગ્યે આવી ગયા અને 11.00 વાગ્યે જ્યોતિની પૂછપરછની શરૂઆત કરી છે.

પોલીસે જ્યોતિને હિતેશ સાથે કેવી રીતે મિત્રતા થઈ અને આત્મહત્યા કરી તે દિવસે કયા કયા ગયા અને કયા કારણોથી ઝધડો થયો બધા સવાલો કરતા તેણે નોંટકી શરૂ કરીને સંતોષકારણ જવાબો પોલીસને આપ્યા હતા. જ્યોતિ અને હિતેશ આત્મહત્યા કરી તે પહેલા રાત્રે સાથે કારમાં હતા અને પીપલોદ ખાતે જમવાનું પાર્સલ લઈ આભવા લોકેશન હિતેશનું આવતું હતું. મહિલા પોલીસે જ્યોતિના એક રૂમમાં લઈ જઈ એકલામાં પૂછપરછ કરી જેમાં ઘણી હકીકતો તેણે આપી પરંતુ હિતેશએ આત્મહત્યા શા માટે કરી તે અંગે કંઈ જાણતી હોવાનું રટણ કર્યુ હતું.નવસારી પોલીસે તેની સવારે 11.00 થી લઈને સાંજે 7.15 વાગ્યે સુધી પૂછપરછ કરી પરંતુ તેમાં પણ પોલીસને જોઈએ તેવો સહકાર આપતા આવતીકાલે પાછી જ્યોતિની પૂછપરછ કરવામાં આવશે એમ પોલીસ અધિકારીએ જણાવ્યું છે.

પોતે નિર્દોષ હોવાનો લૂલો બચાવ, સંતોષકારક જવાબ મળતાં પોલીસ આજે ફરી પૂછપરછ કરશે

ડીવાય એસપી-મહિલા પોલીસ સહિત 6ના ધામા

અન્ય સમાચારો પણ છે...