સુરતમાં આજે વિશ્વની સૌથી મોટી કેક બનશે, વજન 6800 કિલો

બેકરી 680 ફુટ લાંબી અને 6800 કિલો વજનની કેક બનાવશે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:21 AM
Surat - સુરતમાં આજે વિશ્વની સૌથી મોટી કેક બનશે, વજન 6800 કિલો
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

સુરત | ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 68માં જન્મદિન નિમિત્તે સુરત શહેરની એક કેક મેકિંગ કંપની દ્વારા 680 ફુટ લાંબી અને 6800 કિલોગ્રામ વજનની કેક બનાવવામાં આવશે. કંપનીએ આ આયોજનને ‘કેક ઓફ યુનિટી’ નામ આપ્યું છે. બેકરીના નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘17મી સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે.

આ કેકમાં’ 225 કિલો પ્રોટીન, 1150 કિલો કોકો પાઉડર. 25 કિલો કેરેમલ, 125 કિલો કેક જેલ, 1150 કિલો મેંદો, 1550 કિલો ખાંડ, 350 કિલો તેલ અને 1675 કિલો વિપક્રીમનો ઉપયોગ કરવામાં આવશે. ચંદ્રેશ કણસાગરે કહ્યું હતું કે,આ કાર્યક્રમ દ્વારા લોકોમાં એકતા ફેલાવવાનો એક પ્રયત્ન છે જે અંતર્ગત સમાજના 680 લોકો કેક કટિંગ કરી અમે એક છીએ અને એક રહીશુંનો સંકલ્પ લેશે.આ કેકને 68000 લોકોને ખવડાવવામાં આવશે.’

આ રેકોર્ડસ બનશે

680 ફુટ લાંબી કેકનો રેકોર્ડ

6800 કિલો વજન કેકનો રેકોર્ડ

680 અગ્રણીઓ દ્વારા કેક કટિંગ

68000 લોકો કેક ખાશે

68 સફાઈ કર્મચારીઓ કેક કટ કરશે

68 દિવ્યાંગો કેક કટ કરશે

68 રિટાયર્ડ આર્મી ઓફીસરો

68 ખેલાડીઓ કેક કટ કરશે

68 કન્યા કેક કટ કરશે

68 પારસી સમાજના અગ્રણીઓ

68 વનવસી કેક કટ કરશે

68 વૃદ્ધાશ્રમના વૃદ્ધો કેક કાપશે

68 અંધજન બાળકો દ્વારા કેક કટિંગ અને ખાવાનો વર્લ્ડ રેકોર્ડ બનશે.

X
Surat - સુરતમાં આજે વિશ્વની સૌથી મોટી કેક બનશે, વજન 6800 કિલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App