• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - અાડ સંબંધોની શંકામાં વધુ 1 હત્યા, પિતરાઇ ભાઇએ કર્યું ભાઇનું ખૂન

અાડ સંબંધોની શંકામાં વધુ 1 હત્યા, પિતરાઇ ભાઇએ કર્યું ભાઇનું ખૂન

સુરત | અનૈતિક સંબંધોની શંકામાં વધુ એક યુવાનની હત્યા કરાઈ હતી. ઉધનામાં પિતરાઇએ જ ભાઇની ક્રૂરતાપૂર્વક હત્યા કરી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:20 AM
Surat - અાડ સંબંધોની શંકામાં વધુ 1 હત્યા, પિતરાઇ ભાઇએ કર્યું ભાઇનું ખૂન
સુરત | અનૈતિક સંબંધોની શંકામાં વધુ એક યુવાનની હત્યા કરાઈ હતી. ઉધનામાં પિતરાઇએ જ ભાઇની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હત્યા કર્યા બાદ પિતરાઇ ભાઇ ગાયબ થઈ ગયો હતો.

મૂળ ઉત્તરપ્રદેશના ખાનપુર ડાંડી ગામના વતની અને સુરતમાં પ્રભુનગર, બીઆરસી, ઉધના ખાતે રહેતા નંદલાલ પ્રજાપતિને ત્યાં અઠવાડિયા પૂર્વે તેના પિતરાઈ ભાઇ વિક્રમકુમાર પ્રજાપતિ (ઉ.વ. 22) વતન ઉત્તરપ્રદેશથી રહેવા આવ્યો હતો. દરમિયાન રવિવારે સાંજે વિક્રમકુમાર પ્રજાપતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નંદલાલ પલાયન થઇ ગયો હતો. મકાનમાલિક સંજયસિંગ રાજપૂતે ઉધના પોલીસને જાણ કરી હતી. પોલીસને તપાસમાં નંદલાલના ઘરમાંથી જ મળેલા વિક્રમના શરીરના ભાગે હથિયારના ઘા ઝીંક્યા હોવાનું જણાયું હતું. એટલું જ નહીં તેને ફાંસો પણ અપાયો હતો. આટલી ક્રૂરતાપૂર્વક મારવાનું કારણ અનૈતિક સંબંધોની શંકા હોવાની વાતને કેન્દ્રમાં રાખી પોઈ એ.પી. પરમારે તપાસ હાથ ધરી છે.

X
Surat - અાડ સંબંધોની શંકામાં વધુ 1 હત્યા, પિતરાઇ ભાઇએ કર્યું ભાઇનું ખૂન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App