• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - બે રવિવારથી તોફાન બાદ રજામાં 65 ટકાથી વધુ યુનિટ કાર્યરત રહ્યાં

બે રવિવારથી તોફાન બાદ રજામાં 65 ટકાથી વધુ યુનિટ કાર્યરત રહ્યાં

માત્ર પુણા-પાંડેસરામાં 50 ટકા એમ્બ્રોઇડરી કારીગરોએ રજા રાખી યુનિયને શાંતિ જાળવવાની આપેલી બાંયધરી પાળી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:20 AM
Surat - બે રવિવારથી તોફાન બાદ રજામાં 65 ટકાથી વધુ યુનિટ કાર્યરત રહ્યાં
રવિવારની રજા પગાર સાથે આપવાની માંગને લઇને એમ્બ્રોઇડરી સાથે સંકળાયેલા કારીગર યુનિયન દ્વારા તા.16મી સપ્ટેમ્બરના રોજ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રજા રાખવાની જાહેરાત કરી હતી. જેને પાંડેસરાંના કૈલાસનગર તથા પુણાની ભવાની ઇન્ડસ્ટ્રીના 50 ટકા એકમો દ્વારા માન અપાયું હતું. જ્યારે શહેરની અન્ય એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીઓના 65 ટકાથી વધુ યુનિટ રાબેતા મુજબ કાર્યરત રહ્યા હતા.

છેલ્લાં બે રવિવાર પુણા, આંજણા, પંડોળ, કતારગામ, ભટાર, તથા વરાછામાં એમ્બ્રોઇડરીના કારીગર યુનિયન દ્વારા તોડફોડ કરી યુનિટો બંધ કરાવાયા હતા. પાછલા અઠવાડિયા દરમ્યાન પોલીસ કમિશનરની આગેવાનીમાં મળેલી મીટિંગમાં કારીગર યુનિયન દ્વારા શાંતિ જાળવવાની બાંહેધરી અપાઇ હતી. જેનું પાલન કરતાં રવિવારે તા.16મી સપ્ટેમ્બરના રોજ પાંડેસરાની કૈલાસનગર, ભટાર અને પુણાની ભવાની ઇન્ડસ્ટ્રીના 50 ટકા કારીગરો દ્વારા રજા પાડતાં ત્યાંના કેટલાંક યુનિટ્સ બંધ રાખવાની નોબત આવી હતી.

સાઉથ ગુજરાત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘણના જ્ણાવ્યાનુસાર, તોફાન થયેલા વિસ્તારોમાં કારીગરોએ રજા રાખતા યુનિટ્સ બંધ રહ્યા હતા. અન્ય જગ્યાએ કારખાના કાર્યરત રહ્યા હતાં. કારીગરો કામ કરવા ઇચ્છે જ છે. આ રજા પાડવા અને તોફાન કરવા પાછળ કોઇની સંડોવણી હોવાની આશંકા છે. હવે એમ્બ્રોઇડરી એસોસિએશનના હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારો સાથે મીટિંગ કરીને સાત માંગણીઓ પર વિચારણા કરવામાં આવશે. જોકે આ અંગે કારીગર યુનિયન તરફે ઇન્ટુકના મહામંત્રી શાન ખાનના જ્ણાવ્યાનુસાર, એમ્બ્રોઇડરી એસોસિએશનના હોદ્દેદારો આપખુદ વર્તન કરી કારીગરોને તેમનો હક નથી આપી રહ્યાં, યુનિયનની જાહેરાતનું પાલન કરતાં મોટાભાગના કારીગરોએ બંધ પાળ્યું છે. હવે ખાતેદારોએ સમજીને નિર્ણય કરવો જોઇએ.

X
Surat - બે રવિવારથી તોફાન બાદ રજામાં 65 ટકાથી વધુ યુનિટ કાર્યરત રહ્યાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App