Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - ક્રેડિટ લેપ્સ મુદ્દે આજથી શહેરના વીવર્સ જીએસટી રિટર્ન નહીં ભરે

ક્રેડિટ લેપ્સ મુદ્દે આજથી શહેરના વીવર્સ જીએસટી રિટર્ન નહીં ભરે

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:20 AM

માથાદીઠ રૂ.7 લાખ સુધીની ક્રેડિટ બચાવવા વીવર્સ લડી લેવાના મૂડમાં ફોગવાની મીટિંગમાં અગ્રણીઓએ લીધો નિર્ણય ...

  • Surat - ક્રેડિટ લેપ્સ મુદ્દે આજથી શહેરના વીવર્સ જીએસટી રિટર્ન નહીં ભરે
    ક્રેડિટ લેપ્સ અંગે નાણા મંત્રાલયની બાંહેધરી છતાં ઉકેલ નહી આવતાં ફોગવાના હોદ્દેદારોની વિવિધ વીવર્સ સોસાયટીઓના આગેવાનો સાથે રવિવારે બપોરે મીટિંગ મળી છે. જેમાં જ્યાં સુધી ક્રેડિટ લેપ્સના પ્રશ્નનો કોઇ ઉકેલ નહીં આવે ત્યાં સુધી જીએસટી રિટર્ન નહી ભરી તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જો વહેલી તકે ઉકેલ નહીં આ‌વે તો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાની પણ તૈયારી બતાવાઇ છે.

    ઓગષ્ટમાં નાણા મંત્રાલયના રેવેન્યુ ડિપાર્ટમેન્ટે નોટીફિકેશન જાહેર કરી વીવર્સના ચોપડે જમા રહેલી 13 માસની ક્રેડિટ પૈકી જુલાઇમાં હાથ પર રહેલા સ્ટોક જેટલી ક્રેડિટ જ વેવ કરવા મળશે. બાકીની ક્રેડિટ લેપ્સ થશે. આ નિર્ણય સામે તે જ વખતે વીવર્સ તથા ફોગવા દ્વારા વિરોધ કરાયો હતો. આ મુદ્ે સાંસદ સી.આર.પાટીલને રજૂઆત કરી ફરી દિલ્હી નાણામંત્રીની મુલાકાતે લઇ જવાની માંગ કરાઇ હતી. દોઢ માસ થવા છતાં કોઇ નિકાલ નહી આવતાં રવિવારે ફોગવાના હોદ્દેદારોએ વિવિધ વીવર્સ આગેવાનો સાથે મીટિંગ કરી હતી.

    ફોગવા પ્રમુખ અશોક જીરાવાળાના જ્ણાવ્યાનુસાર, આઇટીસી રિફંડને લઇને સરકાર સકારાત્મક વલણ ધરાવે છે. પરંતુ ટીઆરયુ કમિટી અને રેવેન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આપખૂદ વર્તન કરીને ક્રેડિટ લેપ્સની મુંઝવણ વધારી રહ્યા છે. સાંસદ પાટીલની આગેવાનીમાં જુલાઇમાં જ નિરાકરણ આવી ગયું હતું. છતાં અધિકારીઓ પોતાનું ચલાવી રહ્યા છે. જેના કારણે પ્રત્યેક વીવર્સને માથાદીઠ રૂ.7 લાખ સુધીની ક્રેડિટનું નુકસાન થશે. જેને લઇને રવિવારે મળેલી મીટિંગમાં જોળવા,પાંડેસરા, કીમ-પીપોદરા, સચિન, વેડરોડ, રૂપલ વીવર્સ સોસાયટી, લસકાણાં ડાયમંડ નગરના આગેવાનો હાજર રહ્યા હતાં. કુલ 45 હજાર યુનિટ્સ સાથે 55 હજાર વીવર્સ સંકળાયેલા છે. જેઓ સોમવારથી જીએસટી રીટર્ન નહીં ભરી તેનો વિરોધ નોંધાવશે અને જરૂર પડશે તો આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending