કારીગરો પર રાયોટિંગનો ગુનો નોંધવો અમાનવીય છેઃ ઇન્ટુક

alt145અમે અમારો અધિકાર માંગીએ છીએ,ભીખ નહીંalt146

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:20 AM
Surat - કારીગરો પર રાયોટિંગનો ગુનો નોંધવો અમાનવીય છેઃ ઇન્ટુક
રવિવારે પણ મર્યાદિત પ્રમાણમાં કારીગર વર્ગે કામ બંધ રાખી યુનિયનની રવિવારની રજાની માંગને સમર્થન કર્યું છે. ત્યારે 16 સપ્ટેમ્બરે સાંજે રેલ્વે સ્ટેશન નજીક શ્રમજીવી સેવાલય ખાતે કારીગરો યુનિયનની મિટીંગ મળી હતી. જેમાં ખાતેદારો જો યુનિયનની માંગણી નહી સ્વીકારશે તો કોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇન્ટુકના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, કારીગર વર્ગ પોતાના હક માટે લડી રહ્યા છે. તેમના પર રાયોટીંગનો ગુનો નોંધવો અમાનવીય છે. આવનારા દિવસમાં શ્રમ વિભાગના અધિકારીઓને આ મુદ્દે જાણ કરાશે તથા પોલીસ દ્વારા કરવામાં આવેલા રાયોટીંગના ગુના પાછા ખેંચી લેવાની માંગ કરાશે. ઇન્ટુકના મહામંત્રી શાન ખાનના જ્ણાવ્યાનુસાર, કારીગરોનું શોષણ જ થઇ રહ્યું છે. કારીગરો પોતાનો હક માંગી રહ્યા છે, ભીખ નહી. અમે શ્રમ કમિશ્નરને મળીને કારીગર કાયદાનું પાલન નહી કરાનારા ખાતેદારો સામે પગલાં લેવાની માંગ પણ કરવામાં આવશે. ખાતેદારો યુનિયનની માંગણીઓને ન્યાય નહી આપશે. તો અમે કોર્ટમાં જઇશું.

રેલવે સ્ટેશન નજીક શ્રમજીવી સેવાલય ખાતે મિટિંગ મળી હતી.

X
Surat - કારીગરો પર રાયોટિંગનો ગુનો નોંધવો અમાનવીય છેઃ ઇન્ટુક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App