ઉધના રેલવે સ્ટેશન નજીક બાઉન્ડરી વોલનું કામ શરૂ

DivyaBhaskar News Network

Sep 17, 2018, 03:20 AM IST
Surat - ઉધના રેલવે સ્ટેશન નજીક બાઉન્ડરી વોલનું કામ શરૂ
રેલવેની સુરક્ષાના ભાગરૂપે લિંબાયત નજીક બાઉન્ડરી વોલ બનાવાય રહી છે.

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરતથી ઉધના વચ્ચે રેલવે ટ્રેકના કિનારે બાઉન્ડરી વોલ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું છે.રેલવે દ્વારા ગુનાખોરી રોકવા બાઉન્ડરી વોલ બનાવવવાનું નક્કી કરવામાં આવ્યા બાદ હવે કામ શરુ કરવામાં આવ્યું છે. લિંંબાયત નિલગીરી વિસ્તાર નજીક રેલવે લાઈનને સમાન્તર સેફટી બાઉન્ડરી વોલ બનાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે માર્ચમાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેન ઉથલાવી પાડવા ટ્રેક પર રેલ પીસનો ટુકડો મુકવામાં આવ્યો હતો.મેં મહિનામાં ઉધના રેલવે યાર્ડમાં એક ટ્રેનના કોચમાં આગ લાગી ગઈ હતી આ ઉપરાંત પણ પ્લેટફોર્મ પર ફાયરિંગ અને મુસાફરોની વસ્તુઓની ચીલઝડપ સહિતની ઘટનાઓ સામે આવી ચુકી છે.ઉધનાથી સુરત અને સુરતથી ઉત્રાણ વચ્ચે બાઉન્ડરી વોલ બનાવી ટ્રેકને સુરક્ષિત કરવામાં આવશે.

X
Surat - ઉધના રેલવે સ્ટેશન નજીક બાઉન્ડરી વોલનું કામ શરૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી