રજિ. ગ્રેજ્યુએટની 5 બેઠક માટે 10 ઉમેદવારો મેદાનમાં, 23 મત જરૂરી

ઉમેદવારીપત્રોની આજે સ્ક્રૂટિની કરાશે, રબારીએ ફ ોર્મ ભર્યું યુનિવર્સિટી સિન્ડિકેટ ચૂંટણી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:20 AM
Surat - રજિ. ગ્રેજ્યુએટની 5 બેઠક માટે 10 ઉમેદવારો મેદાનમાં, 23 મત જરૂરી
સિન્ડિકેટની ચૂંટણીમાં એબીવીપી-કુલપતિ કેમ્પને પછાડવા ડો. ચૌહાણ કેમ્પ અને અપક્ષ ગણપત ધામેલિયા બાદ હવે એનએસયુઆઇના ભાવેશ રબારીએ રજિ. ગ્રેજ્યુ.માં ફોર્મ ભર્યું છે. રજિ. ગ્રેજ્યુ.ની 5 બેઠક સામે 10 ઉમેદવારોએ ઉમેદવારી કરતા 129 મતદાતા હોવાથી એક સભ્યએ 23 મત લાવવા ફરજિયાત બન્યા છે. સોમવારે સાંજે યુનિવર્સિટીમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની સ્ક્રુટીની કમિટીની બેઠક મળશે. કમિટી સભ્ય ડો. પૃથૃલ દેસાઇ અને ડો. કિરણ પંડ્યા 10 ઉમેદવારોએ ભરેલા ફોર્મની સ્ક્રુટીની કરાશે.

ડો. અશ્વિને ફોર્મ ભરતા ડો.વી. ડી.નાયકના મત તૂટશે

પ્રિન્સિપાલની 2 બેઠક પર ડો. ચૌહાણ કેમ્પે ડો.કે.એન.ચાવડા અને ડો.વી.ડી.નાયકને ઊતારતા કુલપતિ કેમ્પે ડો.અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. રવિવારે ડો. અશ્વિન પટેલે પ્રિન્સિપાલ બેઠક માટે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. જો કે, ડો. અશ્નિને ફોર્મ ભરવાને કારણે ડો. વી.ડી.નાયકના મત તૂટવાની સંભાવના છે. પ્રિન્સિપાલની 2 બેઠક સામે 3 ઉમેદવારો હોય અને 58 મતદાતા હોવાથી 1 સભ્યએ 20 મત લાવવા ફરજિયાત બન્યા છે.

શૈક્ષિક મહાસંઘ વિરુદ્ધ સોગુટાનો જંગ

ટિચરની 1 બેઠક માટે કુલપતિ કેમ્પના અને શૈક્ષિક મહાસંઘના મહામંત્રી કેતન દેસાઇએ સ્નેહલ જોષીને મેદાનમાં ઉતાર્યા છે. ડો. ચૌહાણ કેમ્પે ટક્કર આપવા સોગુટા સેક્રેટરી મુકેશ મહિડાને મેદાનમાં ઊતાર્યા છે. હવે તરૂણ તેજવાણી ફોર્મ ભરે તો નવાઇ નહીં. ટિચરની 1 બેઠકની સામે 2 ઉમેદવારો હોય અને 14 મતદાતા હોવાથી 1 સભ્યએ 8 મત લાવવા ફરજિયાત બન્યા છે.

સિન્ડિકેટની સિટ કેન્ડિકેટ વોટર ક્વોટા

રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ-5 10 129 23

પ્રિન્સિપાલ-2 3 58 20

એચઓડી-1 2 16 09

ટિચર-1 2 14 08

X
Surat - રજિ. ગ્રેજ્યુએટની 5 બેઠક માટે 10 ઉમેદવારો મેદાનમાં, 23 મત જરૂરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App