• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - પહેલી વાર તાપીમાં પ્રતિબંધ હોવાથી આજે ગૌરીગણેશ વિસર્જન માટે 10 તળાવો તૈયાર

પહેલી વાર તાપીમાં પ્રતિબંધ હોવાથી આજે ગૌરીગણેશ વિસર્જન માટે 10 તળાવો તૈયાર

તાપીને બચાવવી એ આપણી સૌની જવાબદારી | પોલીસ બંદોબસ્ત વચ્ચે 15 હજાર મૂર્તિઓનું વિસર્જન કરાશે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:20 AM
Surat - પહેલી વાર તાપીમાં પ્રતિબંધ હોવાથી આજે ગૌરીગણેશ વિસર્જન માટે 10 તળાવો તૈયાર
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર, સુરત | 13મી એ ગણેશ ચતુર્થીએ સ્થાપન કરાયેલા ગૌરીગણેશ ની 17 મી એ આજે પાંચમાં દિવસે પોલીસ બંદોબસ્ત વચ્ચે 12થી 15000 મૂર્તિઓનું વિસર્જન થશે. તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ ને પગલે ઘરોમાં સ્થાપિત થતાં ગૌરી ગણેશ ની મૂર્તિઓનું પણ કૃત્રિમ તળાવ ખાતે જ વિસર્જન કરવાનું હોય. પાલિકાએ આ વખતે વહેલા તળાવો તૈયાર કર્યાં છે જેથી વિસર્જનમાં કોઇપણ પ્રકારની સમસ્યા ન થાય. કુલ 10 તળાવો ગૌરીગણેશ વિસર્જન માટે તૈયાર કરી દેવામાં આવ્યાં છે.

શહેરના સાતેય ઝોનમાં મહાનગરપાલિકાએ વિસર્જન માટેની તૈયારીઓ પૂરી કરી લીધી

શહેરમાં આજે આ સ્થળોએ વિસર્જન કરી શકાશે

અઠવા ઝોન : ડુમસ કાદી ફળિયા

સેન્ટ્રલ ઝોન: ચોક બજાર ગાંધી બાગની પાછળ મેરી ટાઈમ બોર્ડ ઓફિસ બાજુમાં ડક્કા ઓવારા

વરાછા ઝોન: સીમાડા, હરેકૃષ્ણા ડાયમંડ એક્સપોર્ટસની બાજુમાં

લિંબાયત ઝોન: નવાગામ ડીંડોલી સીએનજી પંપથી નંદનવન રો-હાઉસ તરફ જતાં રોડ પર

ઉધના ઝોન : ભેસ્તાન, ઈડબલ્યુએસ આવાસ સરસ્વતી, કોલોની પાસે

રાંદેર ઝોન: પાલ હજીરા રોડ નવી આરટીઓ ઓફિસ નજીક

કતારગામ ઝોન: કોસાડ આવાસ હેલ્થ સેન્ટરની પાછળ (અમરોલી, કોસાડ, છાપરાભાઠા, ઉત્રાણ)

સિંગણપોર: કોઝ-વે પાસે (ફુલપાડા-વેડ-ડભોલી-સીંગણપોર)

સિંગણપોર: વણઝારાવાસ ઓવારા અને અમરોલી મનીષા ગરનાળા બ્રિજ નીચે

રવિવારે મોટી સંખ્યામાં શહેરીજનોએ રજાના દિવસે મોડી રાત સુધી ગણેશજી દર્શન કર્યાં હતા.

જો મૂર્તિઓ રઝળતી જણાશે તો પાલિકા તે બધી જ કલેક્ટ કરી વિસર્જન કરશે

ગૌરી ગણેશ વિસર્જન માટે 10 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર થઈ ગયાં છે,તેમાં વિસર્જન કરવામાં આવશે. તમામ 31 ઓવારાઓ પર પોલીસ બંદોબસ્ત મુકાશે તેમજ પાલિકા પોલીસ સાથે મળી ને મુખ્ય ઓવારા ડક્કા પર બેરિકેટીંગ કરી દેવામાં આવ્યું છે તો નાવડી ઓવારા પર પોલીસ જાપ્તો રહેશે. ગૌરીગણેશના વિસર્જનમાં 12 થી 15 હજાર જેટલી મૂર્તિઓનું અંદાજે વિસર્જનની ગણતરી છે. ઓવારા સિવાય જો નદીમાં રઝળતી મૂર્તિઓ જણાશે તો કલેક્ટ કરી ને તેનું પણ વિસર્જન કરાશે તેમ હાઉસીંગ ખાતાના કાર્યપાલક ઈજનેર રાજેશ જરીવાલાએ જણાવ્યું છે.

છેલ્લા દિવસ માટે કૃત્રિમ તળાવો 22 થયાં

મહાપાલિકાએ તમામ ઝોનમાં કૃત્રિમ તળાવો તૈયાર કરી દીધા છે જેમાં, વધુ એક તળાવ નો કતારગામ લંકાવિજય ઓવારા પાસે નવું બનાવતા ઉમેરો થતાં કુલ કૃત્રિમ તળાવોની સંખ્યા કુલ 22 થઈ છે. તેમાં, 5 ફૂટ સુધી ની પીઓપી ની માટીની મૂર્તિઓનું વિસર્જન થશે. તેથી મોટી મૂર્તિ માટે ડુમસ દરિયામાં કરવાનું રહેશે.

X
Surat - પહેલી વાર તાપીમાં પ્રતિબંધ હોવાથી આજે ગૌરીગણેશ વિસર્જન માટે 10 તળાવો તૈયાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App