તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10મીથી ગાજવીજ સાથે મેઘ મહેર શરૂ થવાની આગાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણ અને તાપમાનમાં ઘણાં ફેરફાર થઈ રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારે ઘણાં વિસ્તારમાં ઝાપટા પડ્યા બાદ દિવસભર તડકો અને વાદળછાયુ વાતાવરણ રહે છે. આજે પણ મહત્તમ તાપમાનનો પારો નહીવત વધારા સાથે 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.8 ડિગ્રી નોંધાયુ છે. ત્યારે 15મી જૂનથી વરસાદની આગાહી આપ્યા બાદ અરબી સમુદ્રમાં લો પ્રેસરની સાથે એક સિસ્ટમ ઝડપી રીતે ડેવલપ થઈ રહી છે. જેની સીધી અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર થાય છે. જેથી દક્ષિણ ગુજરાતમાં 10મી જૂનથી વરસાદનું આગમન થઈ જાય તેવી આગાહી છે. સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજ વીજ પણ જોવા મળશે.

બીજી તરફ હવામાન વિભાગે ગોવા અને મુંબઈ સમેત મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

એટલે કે 10 અને 11 જૂનના રોજ સ્થળોએ 6 ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાત સામાન્ય વરસાદના આગમન સાથેનો અનુભવ કરી શકશે.

બુધવારે વહેલી સવારે શહેરમાં વરસાદનાં એકાદ-બે ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, ત્યાર બાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, વરસાદ વરસ્યો હતો. તસવીર- મનોજ તેરૈયા

શહેરમાં વહેલી સવારે એકાદ-બે ઝાપટાંથી ઠંડક પ્રસરી

હવામાન વિભાગની આગાહી : ગોવા અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ, 6 ઇંચ જેટલો વરસાદ પણ પડવાની શક્યતા

છેલ્લા અઠવાડિયામાં વાતાવરણમાં થયેલા ફેરફારો ફળશે

અન્ય સમાચારો પણ છે...