તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાંસદ જરદોશ સહિતના યાત્રી સ્પાઇસ જેટમાં બફાતાં આવ્યા

સાંસદ જરદોશ સહિતના યાત્રી સ્પાઇસ જેટમાં બફાતાં આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | સુરત

ટેક્નિકલખામીને કારણે સ્પાઈસ જેટની સાંજની દિલ્હી સુરતની ફ્લાઈટમાં એસી બંધ થઈ જતા સાંસદ દર્શના જરદોશ સહિતના મુસાફરોએ ગરમીમાં બેઠા બેઠા મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. એટલું નહી ફ્લાઈટ બે કલાક મોડી દિલ્હીથી ઉડતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્પાઈસ જેટની દિલ્હી સુરતની એસજી 823 દિલ્હીથી 4:35 કલાકે ટેકઓફ કરી સુરત 6:15 કલાકે લેન્ડ થાય છે. તેની જગ્યાએ બુધવારે ફ્લાઈટ ટેક્નિકલ ખામીને લઈ 6:15 ટેકઓફ કરી સુરત 7:40 કલાકે પોહચી હતી. જેમાં સાંસદ દર્શના જરદોષ અને કોરપોરેટર અસ્લમ સાઈકલવાલા પણ હતા. કોરપોરેટર અસ્લમ સાઈકલ વાલએ જણાવ્યું હતું કે, ફ્લાઈટમાં ટેક્નિકલ ખામની લઈ ફ્લાઈટ બે કલાક મોડી હતી. એટલુ નહી ફ્લાઈટમાં એસી બંધ હોવાને લઈ મુસાફરોએ ગરમીમાં બેઠા બેઠા મુસાફરી કરવી પડી હતી. ભારે ગરમીને લઈ મુસાફરોમાં ભારે રોષ હતો. મુસાફરોનો રોષ જોઈ સાંસદ દર્શના જરદોશે એર હોસ્ટેસને એસી ચાલુ કરવા માટે જણાવ્યું હતું. તેમ છતા એસી ચાલુ કરાયું ના હતું અને ટેક્નિકલ પ્રોબ્લેમનું બહાનું કઠાયું હતું. અંતે તમામ મુસાફરોએ ગરમીમાં બેઠા બેઠા સવારી કરવી પડી હતી. આમ, આખી મુસાફરી ત્રાસજનક બની જતાં મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો.

ટેક્નિકલ ખામી સર્જાતાં સાંજની ફ્લાઇટમાં એસી બંધ ફ્લાઇટ દિલ્હીથી 2 કલાક મોડી ઊપડતાં ભારે રોષ

દિલ્હીથી સુરત આવતાં થયેલો કડવો અનુભવ

અન્ય સમાચારો પણ છે...