તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી B.Com, BBA, BCAની 17 હજાર બેઠક પર પ્રવેશ પ્રક્રિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિન્ડિકેટ મેમ્બર ભાવેશ રબારીએ પ્રો.વીસી. ભાસ્કર રાવલને હેલ્પ સેન્ટર અંગે લેખીતમાં રજૂઆત કરી કહ્યું હતું કે નવી સિસ્ટમથી અજાણ વિદ્યાર્થીઓ જ્યારે સાઈબર કાફેમાં જાય છે. ત્યારે તેમની પાસે તેઓ 50 - 100 રૂપિયા ફોર્મ ભરવા માટે લે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાંક ગ્રામ્ય વિસ્તરમાં કોઈ સાઈબર કાફે ના હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલકી પડે છે. દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ શહેર સુધી ખેચાવું પડે છે. હાલ કોલેજમાં વેકેશન ચાલી રહ્યું છે. તેવામાં કોલેજમાં અલાયદી વ્યવસ્થા ગોઠવી પ્રેવશ પ્રક્રિયાનું હેલ્પ સેન્ટર શરૂ થયા તો વિદ્યાર્થીઓને ફાયદો થશે. તેમના રૂપિયા બચશે સાથે સાથે તેમને શહેર સુધી આવવું નહી પડે

સાયન્સના વિદ્યાર્થીને કોમર્સમાં પ્રવેશ નહીં!

નિયમમુજબ સાયન્સના વિદ્યાર્થીઓ કોમર્સમાં એડમિશન લઈ શકે છે. પરંતુ યુનિ. આપતી નથી. જેને લઈ સિન્ડિકેટ મેમ્બર રબારીએ વિરોધ કર્યો છે. અને અગામી બેઠકમાં વાતને લઈ ગરમાટો આવે તેવા એધાણ છે.

વિદ્યાર્થીઓએરીતે ફોર્મ ભરવાં

વિદ્યાર્થીએwww.vnsgu.ac.in પર જઈ ADMISSION-2017-18 પર ક્લીક કરી F.Y.B.COM/BBA/BCAમાં જવું. જે બાદ વિદ્યાર્થીએ સાચો મોબાઈલ નંબર લખી એન્ટર મારતા મોબાઈલ પર OTP કોર્ડ આવશે. જે લખ્યા બાદ ફોર્મ ખુલશે. જેમાં વિદ્યાર્થીએ તમામ ડિટેલ ભરવાની રહેશે. ફોર્મ ભરતી સમયે SC, ST કે SEBCનું પ્રમાણપત્ર પીડીએફમાં અપલોડ કરવાનું રહેશે. સાથે ધોરણ-10, 12ની માર્કશીટના ફક્ત નંબર લખવાના રહેશે.

સ્પોર્ટ્સમાટે 17મી સુધીમાં વેરિફિકેશન

અધરબોર્ડ કે સ્ટેટના, ફિઝિકલ હેડિકેપ અને સ્પોર્ટના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે બાદ અધર બોર્ડ કે સ્ટેટના કે ફિઝિકલ હેડિકેમ વિદ્યાર્થીએ જે તે કોલેજમાં એડમિશન મળ્યું હશે. ત્યાં ડોક્યમેન્સ સબમીટ કરાવવા. જ્યારે સ્પોર્ટના વિદ્યાર્થીએ 17 જૂન સુધીમાં યુનિ.ના હેલ્પ સેન્ટર પર જઈ પોતાનું ફોર્મ વેરિફિકેશન કરાવવાનું રહેશે.

નવી સિસ્ટમથી અજાણ વિદ્યાર્થીઓ માટે કોલેજમાં હેલ્પ સેન્ટર બનાવવા સિન્ડિકેટ મેમ્બર, NSUIની માગણી

અન્ય સમાચારો પણ છે...