તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTEમાં બોગસ પ્રવેશની તપાસ માટે ટીમની રચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરસહિત રાજયભરમાં આરટીઇમાં ખોટી ઓળખ,આધાર-પુરાવા,પ્રમાણપત્રો રજૂ કરી એડમીશનની ફરિયાદોનો મારો ચાલતા રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકે તપાસનો આદેશ કર્યો છે.ત્યારે જામનગરમાં આરટીઇના બોગસ પ્રવેશની તપાસ માટે ટીમની રચના કરવામાં આવશે તેમ ડીઇઓએ જણાવ્યું છે.

રાજયભરમાં વર્ષે આરટીઇ એકટ-2009 અંતર્ગત મર્યાદિત આવકવાળા સામાન્ય વર્ગના બાળકોને બીન અનુદાનિત ખાનગી શાળાઓમાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યા છે.પરંતુ જામનગર તેમજ વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગરમાં આરટીઇ હેઠળ નિયમાનુસાર પ્રવેશપાત્ર હોય તેવા વાલીઓએ ખોટી આઇન્ડેન્ટી,આધાર-પુરાવા તથા પ્રમાણપત્રો રજૂ કરી પોતાના સંતાનોનો ખાનગી શાળામાં પ્રવેશ મેળવ્યો છે તેવી થોકબંધ ફરિયાદો રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકને મળી છે.

પરિણામે આરટીઇ એકટ મુજબ ખરેખર પ્રવેશપાત્ર બનતા લાભાર્થી બાળકો પ્રવેશથી વંચિત રહે તેવી શકયતા ઉભી થઇ છે.આથી આરટીઇ એકટ હેઠળ શૈક્ષણીક વર્ષ 2017-18 માં પ્રવેશ મેળવેલા તમામ બાળકોની માહીતીના અધારે વ્યકિતગત સંપર્ક કરી તપાસ કરવા રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કર્યો છે. અંગે જિલ્લા શિક્ષણાધિકારી કીરીટભાઇ કણસાગરાએ જણાવ્યું હતું કે,આરટીઇના પ્રવેશની તપાસ કરવા ટીમની રચના કરાશે. તપાસનો રિપોર્ટ 31 જુલાઇ સુધીમાં રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપવાનો છે.

અન્ય સમાચારો પણ છે...