તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાલિકાના 60 માળના ભવનમાં કચેરીઓને કેટલી જગ્યા જોઇએ?

પાલિકાના 60 માળના ભવનમાં કચેરીઓને કેટલી જગ્યા જોઇએ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

રિંગરોડ પર સબજેલની જગ્યા પર મહાપાલિકાના નવા બનનારા 60 માળના વહીવટીભવનમાં શહેરની તમામ સરકારી કચેરીઓને એક છત નીચે આવરી લેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી શહેરમાં આવેલી સરકારી કચેરીઓને કેટલી જગ્યા જોઇએ તેનો રિપોર્ટ આગામી એક સપ્તાહમાં રજુ કરી દેવા માટે પાલિકા કમિશનરે તમામ સરકારી વિભાગોને પત્ર પાઠવી દીધો છે.

સબજેલની જગ્યા પર 60 માળનું પાલિકાનું નવું વહીવટીભવન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે વાતને બે વર્ષ જેટલો સમય વિતી જવા છતાં હજુ સુધી તેની નક્કર કાર્યવાહી થઇ શકી નથી. કારણ કે 60 માળ બનાવી દેવામાં આવે તો પાલિકાને તો 10થી 15 માળ સુધી પોતાના વિવિધ વિભાગો માટેની જગ્યા ફાળવી દેવામાં આવે. જ્યારે બાકીના માળનો વપરાશ શું કરવો તે સવાલ પેદા થયો હતો. તેના કારણે શહેરમાં આવેલી તમામ સરકારી કચેરીને 60 માળના નવા વહીવટીભવનમાં આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. નિર્ણય બાદ પાલિકા કમિશનરે શહેરમાં આવેલી તમામ સરકારી કચેરીઓ જે પછી કેન્દ્રના તાબા હેઠળ હોય કે પછી રાજ્ય સરકારના તાબા હેઠળ હોય આવી તમામ કચેરીઓએ નવા વહીવટીભવનમાં કેટલી જગ્યા જોઇશે તેની વિગતો રજુ કરવા માટે પત્ર પાઠવ્યો છે. તેમાં સપ્તાહમાં તમામ વિગતો રજુ કરી દેવા પણ જણાવ્યું છે.

રિંગ રોડ સબજેલની જગ્યા પર સાકાર થનારું નવું વહીવટીભવન

નવા બિલ્ડિંગનું પ્લાનિંગ કરવા સપ્તાહમાં વિગતો રજૂ કરવા આદેશ

સ્થળ નક્કી કરવાનો નિર્ણય અધ્ધરતાલ!

સબજેલવાળીજગ્યા પર નવું વહીવટી ભવન બનાવવું કે કેમ તેનો નિર્ણય હજુ પણ અધ્ધરતાલ છે. કારણ કે જગ્યા પર નવું ભવન બનાવાય તો ટ્રાફિકની સમસ્યા વિકટ થઇ શકે છે. કારણ કે અત્યારે સબજેલની બહારના ભાગે સમસ્યા છે. જ્યારે નવા વહીવટીભવન બનાવવામાં આવે અને તેમાં તમામ સરકારી કચેરીઓને એક છત નીચે આવરી લેવામાં આવે તો વધુ ટ્રાફિક સર્જાય તેમ હોવાથી સબજેલ ખાતે નવું વહીવટીભવન બનાવવું કે નહીં તેનો નિર્ણય હજુ અધ્ધરતાલ હોવાની વિગતો જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...