તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાજીપુરા પાસે 62 લાખની સાડી ભરીને જતા ટેમ્પોને આંતરી લૂંટ

બાજીપુરા પાસે 62 લાખની સાડી ભરીને જતા ટેમ્પોને આંતરી લૂંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીસુરતથી આઈસર ટેમ્પોમાં 61.80 લાખનું કાપડ ભરીને નાગપુર જતો હતો તે વેળાએ તાપી જિલ્લાના બાજીપુરા ગામની સીમમાં એક ટ્રકમાં આવેલા ચાર જેટલા ઈસમોએ ટેમ્પોને આંતર્યો હતો. તેઓએ ટ્રકના ચાલકને બંધક બનાવી કાપડ ભરેલા ટેમ્પોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. તેઓએ બંધક બનાવેલા ટ્રકના ચાલકને નવસારી નજીક હાઈવે ઉપર છોડી મૂક્યો હતો.

સુરત નાગપુર રોડ લાઈન્સ ટ્રાન્સપોર્ટનો ટેમ્પો નં (MH-40AK-6611)ના ચાલક બી. એસ. કુમાર પ્રહલાદ જાભુકર (રહે. પ્રા. આ. કેન્દ્ર પરિસર, દીઢોળી, તા. લાઠાદુર, જિ. ભંડારા, મહારાષ્ટ્ર) ગત 6 મેના રોજ સુરતથી આઈસર ટેમ્પોમાં સાડી ભરેલાં 103 કાર્ટન જેની કિંમત 61,80,000 ભરીને ટેમ્પો નાગપુર જવા નીકળ્યો હતો.

એક હરિયાણા પાસિંગની ટ્રકે ઓવરટેક કરીને ટેમ્પોની આગળ ઊભી કરી દીધી હતી અને ચાર ઈસમો ટેમ્પોમાં ચઢી ચાલકને માર મારવાનું શરૂ કરી હાથપગ બાંધી દીધા હતા. તેની ગેરકાયદે અટકાયત કરી તેના પાકીટમાંથી 16000 રોકડા, 3 મોબાઈલ કિંમત 4000ની લૂંટ ચલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...