તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડાજણના ગણેશ કેમિકલમાં વેટ ત્રાટક્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે અધિકારીઓ આપેલી આઇટીસી રીકવર કરવા મથી રહ્યા છે. નોંધનીય છે કે સમગ્ર રાજયમાં ખોટી રીતે આઇટીસી મેળવી ચૂકેલા વેપારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ સચિનની હિંદુસ્તાન રેયોનમાં આજે બીજા દિવસે પણ તપાસ ચાલુ રહેવા પામી હતી.

હાલ એન્ફોર્સમેન્ટ વિંગ આઇટીસીના મુદ્દે તળિયા ઝાટક તપાસના મૂડમાં છે. ગતરોજ રૂપિયા 10 લાખની આઇટીસી મેળવવાના કેસમાં સચિનની હિંદુસ્તાન રેયોન પર તપાસ કરવામાં આવી હતી. પેઢી ડાઇઝ એન્ડ કેમિકલના ધંધા સાથે સંકળાયેલી છે. પરંતુ ટીન નંબર નહીં ધરાવતા વેપારી પાસે માલ ખરીદી કરી ડિપાર્ટમેન્ટમાંથી રૂપિયા 10 લાખની આઇટીસી મેળવી લીધી હતી. અધિકારીઓ હાલ સ્થળ પર ખરીદી અને વેચાણને લગતા ડોક્યુમેન્ટ ચકાસી રહ્યા છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટની એક ટુકડીએ આજે અડાજણ સ્થિત કેમિકલના વેપારી ગણેશ કેમિકલને ત્યાં તપાસ શરૂ કરી હતી. વેપારીએ પણ આઠ લાખની આઇટીસી મેળવી હતી. બંને જગ્યાએ આઇટીસી રીકવરી માટેના પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે.

પાણીનાવેપારીઓને ત્યાં તપાસ યથાવત |

વેટવિભાગના જોઇન્ટ કમિશનર કે.એમ. પટેલની આગેવાની હેઠળ શહેરમાં વિવિધ ઠેકાણે આવેલાં વોટર પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલાં સાત વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. 15 ટકા જેટલો જંગી ટેક્સ વેપારીઓ દ્વારા ભરવાનું તો છોડો, વેપારીઓએ વેટ નંબર સુધ્ધાં લીધો નહતો.

હિંદુસ્તાન રેયોનની ક્રેડિટ મામલે તપાસ યથાવત

ખરીદી કરી 8 લાખની આઇટીસી મેળવવાનો મામલો

અન્ય સમાચારો પણ છે...