તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • યુનિવર્સિટીનું શિક્ષણ સ્તર સુધારવા UGCએ લોકોના અભિપ્રાય મંગાવ્યા

યુનિવર્સિટીનું શિક્ષણ સ્તર સુધારવા UGCએ લોકોના અભિપ્રાય મંગાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિતની યુનિ.ઓનું શિક્ષણનું સ્તર સુધારવા માટે U.G.C. દ્વારા પાંચ ગાઈડલાઈનો તૈયાર કરવામાં આવી છે. ગાઈડલાઈનો અંગે U.G.C. દ્વારા શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોના અભિપ્રાય મંગાવ્યા છે.

પહેલી ગાઈડલાઈનો મુજબ યુનિ. અને કોલેજો ગ્રેડ-I, ગ્રેડ-II અને ગ્રેડ-III એમ ત્રણ વિભાગમાં વેહેંચાશે. ગ્રેડ NAACના એક્રિડેશન અને NRIFના રેન્કિંગના આધારે અપાશે. જે યુનિ. કે કોલેજના સળંગ બે વાર NAAC સ્કોર 3.5થી વધારે અને NRIF રેકિંગ ટોપ-50માં હશે તેને ગ્રેડ-I અપાશે. જેનો NAAC સ્કોર 3.5થી 3.49માં હશે અને રેકિંગ 51થી 100માં હશે તેને ગ્રેડ-IIમાં અને બાકી બેચેલી યુનિ. કે કોલેજને ગ્રેડ-III અપાશે. બીજી ગાઈડલાઈન મુજબ વિદેશની યુનિ.ને આપણા દેશની યુનિ. સાથે જોડાઈ કોઈ કોર્ષ શરૂ કરાવા માટે કેટલી સ્વાયતાઓ આપવી, ત્રીજી ગાઈડલાઈન મુજબ ડિમ્ડ યુનિ.ને કેટલી સ્વાયતા આપવી, ચોથી ગાઈડલાન મુજબ ગ્રેડ આપ્યા બાદ ગ્રેડ અનુસાર યુનિ. કે કોલેજને કેટલી સ્વાયતા આપવી.

સાથે મહત્વની એવી પાંચમી ગાઈડલાઈન મુજબ ગ્રેડ-IIIમાં આવનારી યુનિ. કે સંસ્થાએ Mphil અને PhD એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ NET/SLET/ SETની પરીક્ષા પાસ કરી હોવી જરૂરી બનશે. પાંચ ગાઈડલાઈનો લઈ U.G.C. દ્વારા વિદ્યાર્થી, વાલી, પ્રોફેસરો સહિતના લોકોના અભિપ્રાયો જાણવા માંગે છે. અભિપ્રાયો જાણવા માટે તેમણે feedback2ugc@gmail.com ઈમેલ આઈડી જાહેર કરી છે.

કોલેજ અને યુનિવર્સિટીને ગ્રેડ I થી IIIમાં વહેંચાશે

અન્ય સમાચારો પણ છે...