તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોસંબીના જયૂસમાં પણ કરાતી ભેળસેળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેરમાં મોસંબી જયુસ પીતા પહેલા લોકોએ ચેતી જવાની જરૂર છે. કારણ કે વરાછા ઝોન વિસ્તારમાં આવેલી અંકુર ચોકડી પાસે મોસંબીનો જયુસ વેચનારાઓ તેમાં ભેળસેળ કરતા હોવાનુ બહાર આવ્યુ છે. વરાછા ઝોનના નાયબ આરોગ્ય અધિકારીને ફરિયાદ મળતા અંકુર ચોકડીના ગોલ્ડન પ્લાઝામાં તપાસ માટે મોકલ્યા હતા. તેમાં શંકર રામદુલાકે યાદવની દુકાનમાં મોસંબી-પાઇનેપલના જયુસમાં ભેળસેળ કરાતી હોવાથી દુકાનને તાત્કાલિક બંધ કરી દીધી છે. ઉપરાંત 50 કિલો મોસંબી, 100 કિલો પાઇનેપલ સહિત 150 લિટર પાઇનેપલનો જયુસ અને 35 લિટર મોસંબીનુ જયુસ મળીને 225 લિટર મીઠા પાણીનો પણ નાશ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...