આજે સીએમ ચલથાણમાં પોષક આહાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે

કાર્યક્રમમાં જનમેદની માટે 230 બસો ફાળવાઈ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:20 AM
Surat - આજે સીએમ ચલથાણમાં પોષક આહાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે
પલસાણાના ચલથાણ ખાતે આવેલ સુમુલ ડેરી દ્વારા પોષક આહારના પ્લાન્ટ ખુલ્લો મુકવા સોમવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવનાર છે, જેમની સભા કડોદરા ખાતે મળનાર છે.

17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68મા જન્મ દિવસે પલસાણા તાલુકાના ચલથાણ ખાતે સુમુલનો સુમલદાણના પ્લાન્ટની જગ્યામાં 56 કરોડના ખર્ચે તૈયાર થયેલ પોષક આહારના પ્લાન્ટનું લોકાપર્ણ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ 200 ટન પ્રતિદિનની ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટમાં બાળ શક્તિ નાના બાળકો માટે, માતૃ શક્તિ ગર્ભવતી મહિલાઓ અને ઘાત્રી માતા માટે, સંપૂર્ણ શક્તિ યુવાન દીકરીઓ ધ્યાનમાં લઇને પોષણ અપાશે. છેવાડાના આદિવાસી ગરીબ બાળકો જેઓ પોષણક્ષમ આહાર નથી મેળવી શકતા તેમના માટે મધ્ય ગુજરાતથી લઇ દક્ષિણ ગુજરાતના 12 જિલ્લામાં એક ટેક હોમ રાશન આંગણવાડીઓ અને બહેનોને જશે. આ મહત્વના પ્લાન્ટ માત્ર 7 મહિનામાં તૈયાર કર્યો છે. જેનું લોકાપર્ણ સોમવારે 10:30 વાગ્યે કરવા મુખ્યમંત્રી આવનાર છે. લોકાપર્ણ બાદ સભાનું સંબોધન કરનાર છે. જેમાં 35 હજાર જનમેદની ભેગી થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેથી રવિવારે કડોદરા નગરમાં પોલીસનો મોટા કાફલો બંદોબસ્ત માટે ફાળવવામાં આવતા પોલીસ છાવણીમાં ફેરવાયુ હતું. આ કાર્યક્રમમાં સોમવારે 691 જેટલા પોલીસકર્મીઓનો કડક પોલીસ બંદોબસ્તનીા ફરજ બજાવશે. આ કાર્યક્રમમાં જનમેદની માટે સુરત ગ્રામ્યની 100 એસટી , વલસાડ ગ્રામ્યની 60 એસટી અને ભરૂચ ગ્રામ્યની 70 મળી કુલ 230 જેટલી એસ ટી બસ ફાળવવામાં આવી છે.

X
Surat - આજે સીએમ ચલથાણમાં પોષક આહાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App