સુરતની કાર 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, 7ને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં સાકરપાતળ ચીખલદા ગામ નજીકનાં યુ ટર્ન વળાંકમાં ઇનોવા કાર રેલીંગ તોડી 20 ફૂટ ઉંડા નદીનાં પટમાં ખાબકી પલ્ટી મારી ગઇ.જ્યારે નાનાપાડા નજીક ટ્રક ખાડામાં ઉતરી જઇ નમી જતા ઘટના સ્થળોએ ડબલ અકસ્માત સર્જાયો.

ગતરોજ રાત્રીનાં સુમારે સુરત તરફથી સાપુતારાના સહેલગાહે જઇ રહેલ સુરતી પ્રવાસીઓની ઇનોવા કાર નં.જીજે.5.સીકે.9671 જે સાપુતારાથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં સાકરપાતળ ચીખલદા ગામ નજીકનાં ફોરેસ્ટ નર્સરી પાસેનાં યુ ટર્ન વળાંકમાં અચાનક ચાલક દ્વારા સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ઇનોવા કાર માર્ગની સાઇડ સંરક્ષણ એંગલ તોડી વીસેક ફૂટ ઉંડા નદીનાં પટમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટનાસ્થળે ઇનોવાકારનો ખુરદો થયો હતો.જે અકસ્માતના બનાવમાં ઇનોવા કારમાં સવાર 7 જેટલા સુરતી પ્રવાસીઓની શરીરના ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સાકરપાતળ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જ્યારે સાપુતારા વઘઇ રાજ્ય ધોરીમાર્ગનાં નાનાપાડા ગામ નજીકનાં સુરત તરફથી નાસિક તરફ જઇ રહેલ ટ્રક નં.એમએચ.14.બીજે.2375 જેનાં સ્ટેયરીંગ પરનો પણ ચાલક દ્વારા કાબૂ ગુમાવી દેતા ટ્રક માર્ગનાં સાઇડના ખાડામાં ઉતરી ગઈ હતી.

સાપુતારાથી વઘઇ રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માત

અન્ય સમાચારો પણ છે...