બારડોલીમાં રાત્રે દોઢ ઈંચ વરસાદ
મેઘરાજાનીપધરામણી બાદ જિલ્લામાં ઝરમર અને ક્યાં વધારે વરસાદ વરસવાનું ચાલુ થયું છે. બારડોલી નગરમાં રાત્રિ દરમિયાન દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બાકીના તાલુકાઓમાં પણ અડધો ઈંચ રાત્રિ સમયે નોંધાયો હતો.
જોકે, ગુરુવારના રોજ દિવસ દરમિયાન બારડોલી, માંગરોળ કામરેજ અને પલસાણા સિવાઈ જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. સુરત જિલ્લામાં વરસાદી માહોલની ધીમી શરૂઆત થઈ છે. જોકે, આકાશે વાદળો છવાયાં હતાં ને ઝરમર વરસી રહ્યો છે. ગુરુવારના દિવસ દરમિયાન ખાસ વરસાદ નોંધાયો નથી પરંતુ બુધવારની રાત્રિએ સવાર સુધીમાં બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકામાં પણ અડધો ઈંચ જેટલો નોંધાયો છે.
બારડોલીમાં રાત્રે વરસેલા વરસાદથી નગરમાં વહેલી સવારે માર્ગ પર પાણીનો ભરાવાના કારણે નવા ડામરના પેચમાં ધોવણ જોવા મળ્યું હતું. ગુરુવારે દિવસ દરમિયાન બારડોલીમાં 5 મિમી, કામરેજ 5 મિમી, માંગરોળ 9 મિમી, અને પલસાણા 3 મિમી વરસાદ નોંધાયો હતો.