બી કોમ, બીબીએ અને બીસીએનું મેરિટ લિસ્ટ 94 ટકા પર અટક્યું
યુનિવર્સિટીનીબીકોમ, બીબીએ અને બીસીએના કોર્સની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. ગુરૂવારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મેરિટ લિસ્ટમાં ગુજરાત બોર્ડના જનરલ કેટેગરીમાં હાઈએસ્ટ 94% અને લોએસ્ટ 30.3% જ્યારે અધર બોર્ડના જનરલ કેટેગરીમાં હાઈએસ્ટ 97.8 % અને લોએસ્ટ 43.7% આવ્યા છે.
યુનિવર્સિટી દ્વારા અગામી 3 જુલાઈના રોજ મોક રાઉન્ડ અને ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરી હશે, તો તે વિદ્યાર્થીઓ 30 જૂન સુધીમાં યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર પર જઈ પોતાની ભૂલ સુધારી શકશે. ચોઈસ કરેલી કોલેજો બદલવા માંગતા વિદ્યાર્થીઓ 3 જલાઈ અને 4 જુલાઈએ બદલી શકશે.
ઓનલાઇન ફોર્મમાં કોઈ ભૂલ હોય તો યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર પર જઈ સુધારવા આજે છેલ્લો દિવસ
કેટેગરી હાઈએસ્ટ લોએસ્ટ
જનરલ97.8% 43.7%
એસસી 55.6% -
એસટી - -
એસઇબીસી 92.6% 47.4%
કેટેગરી હાઈએસ્ટ લોએસ્ટ
જનરલ94.0% 30.3%
એસસી 88.6% 30.4%
એસટી 86.7% 36.4%
એસઇબીસી 92.7% 33.9%
અન્ય બોર્ડનું મેરિટ
ગુ.બોર્ડનું મેરિટ લિસ્ટ