Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - તબીબી બેદરકારીથી કેર હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુ-માતાનાં મોતનો આક્ષેપ

તબીબી બેદરકારીથી કેર હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુ-માતાનાં મોતનો આક્ષેપ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:20 AM

alt145ડોક્ટર હું છુ કે તમેalt146 કહી પરિવારને ધમકાવી ચૂપ કર્યો

  • Surat - તબીબી બેદરકારીથી કેર હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુ-માતાનાં મોતનો આક્ષેપ
    હેલ્થ રિપોર્ટર. સુરત | ગોડાદરાની કેર હોસ્પિટલમાં પ્રસવ પીડા બાદ દાખલ થયેલી મહિલા અને ગર્ભસ્થ શિશુનું મોત નિપજતા પરિવારે હોસ્પિટલની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. બનાવ અંગે લિંબાયત પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    ગોડાદરાની હોસ્પિટલમાંથી છેલ્લી ઘડીએ સ્મીમેર મોકલ્યા

    ગોડાદરા આસપાસ પાસે લક્ષ્મી નગર ખાતે રહેતા અમીત શાહ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. તેમની પત્ની રીનાદેવી(ઉ.વ.25)ને નવ મહીનાનો ગર્ભ હતો અને ગર્ભવતી થયા ત્યારથી ગોડાદરાની કેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. શનિવારે સાંજે અમિતભાઈ રીનાદેવીને કેર હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તબીબને બતાવ્યું હતું. તબીબે તેમને દવાઓ આપી હતી જે લીધા બાદ મોડી રાત્રે અચાનક રીનાબેનને પ્રસવ પીડા થતા શનિવારે મોડી રાત્રે તેમને તાત્કાલિક કેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જોકે દાખલ કરાયા બાદ ગણતરીના કલાકમાં તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ હોસ્પિટલની મહિલા તબીબે રીનાદેવીની તબિયત નાજુક હોવાનું જણાવી તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું હતું. જોકે, અમીતભાઈના મામા ક્રિષ્ના ગુપ્તા હોસ્પિટલ દોડી ગયા હતા. જોકે રીનાદેવી મૃત હોવાની જાણ થતા તેમણે મહિલા તબીબને રીનાદેવી મૃત હોવાનું જણાવ્યું હતું. જોકે મહિલા તબીબે ડોક્ટર હું છું કે તમે એમ કહી રીનાદેવીને સ્મીમેર હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. જેથી અમિતભાઈ અને તેમના મામા રીનાદેવીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અમિતભાઈ અને તેમના મામા ક્રિષ્ના ગુપ્તાએ સ્મીમેર ખાતે આક્ષેપ કર્યો હતો કે કેર હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે રીનાદેવીનું અને ગર્ભસ્થ બાળકનું મોત નિપજ્યું છે અને પોતાની બેદરકારી છુપાવવા માટે તેમણે રીનાદેવી મૃત હોવા છતાં નાજુક હોવાનું જણાવી સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ સ્મીમેર દોડી આવી હતી અને અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    પલ્સ ચાલુ હતા, પરિવારનો આક્ષેપ ખોટો છે

    લેબર પેન સાથે દર્દીને રાત્રે 3 વાગ્યે લાવ્યા હતા એક્ઝામીન કર્યુ એના બે મિનીટમાં ખેંચ આવી એટલે પ્રાથમિક સારવાર આપી હતી અને દર્દીની હાલત નાજુક હોવાથી આઈસીયુ સહિતની જરૂર પડે તેમ હોવાથી તાત્કાલિક તેમને રિફર કરાયા હતા. જ્યારે દર્દીને અહીંથી રીફર કર્યા ત્યારે તેમના પલ્સ ચાલુ હતા પરિવારનો આક્ષેપ ખોટો છે. ડો.શિવશંકર યાદવ, કેર હોસ્પિટલ એન્ડ કન્સલ્ટન્સી, ગોડાદરા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ