• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કચ્છનું રડાર ગુજરાતથી 500 કિમી દૂરની કુદરતી આફતોને સ્કેન કરશે

કચ્છનું રડાર ગુજરાતથી 500 કિમી દૂરની કુદરતી આફતોને સ્કેન કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દેશમાંરડારની સિસ્ટમ ચક્રવાતો ડિટેક્ટ કરવાની સાથે હવામાનને લગતી આગાહીઓ કરે છે. જેની મદદથી ભુજમાં આવેલ નીલોફર વાવાજોડા વખતે ઘણી મદદ મળી હતી. ગયા વર્ષે સુરતમાં ઉકાઈ ડેમમાં કેટલું પાણી આવશે અને કઈ રીતે પાણી છોડવું તેનું આયોજન પણ યોગ્ય રીતે કરાયું હતું. સિસ્ટમને કારણે ગયા વર્ષે સુરતને લાભ થયો હતો. હાલની સિસ્ટમ ઘણી એડવાન્સ બનાવી છે. દેશભરમાં હાલ 55 પૈકી 20 જેટલાં રડાર કાર્યરત કરી દેવાયાં છે. જે પૈકીનું એક રડાર ગુજરાતના કચ્છ ખાતે મૂકવામાં આવ્યું છે. એક રડારનો ખર્ચ સામાન્ય રીતે 10થી 12 કરોડ રૂપિયાનો થાય છે. સમગ્ર દેશમાં 55 રડાર લાગી ગયા પછી દેશનું હવામાન રડારની સિસ્ટમમાં સ્કેન થઈ જશે. જેથી હવામાનની કોઈ પણ સ્થિતિમાં સચોટ આગાહી કરવાની સાથે અગાઉથી બચાવના પગલાં લઈ શકાશે.

સુરતમાં સેન્ટ્રલ વોટર કમિશન (સીડબલ્યુસી)ના સર્વરમાં રડાર સેટેલાઇટથી ઇમેજ સ્કેન કરીને મોકલી આપે છે.

ડોપલર વેધર રડાર તરીકે અપડેટ કરાયું

250 કિમી વિસ્તાર સુધી વરસાદની પણ આગાહી કરશે

ચોમાસામાંવરસાદની સચોટ આગાહી કરવા માટેનું યંત્ર આવ્યું હોવાનું કહી શકાય છે. કારણ કે, રડાર 250 કિલોમીટર દૂર સૂધીના અંતરને સ્કેન કરી લે છે. તેમાં ઇમેજ સ્કેન થઈ જવાથી કેટલા કલાકમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી પણ મળી રહે છે.

સેકન્ડમાં માહિતી પહોંચે છે |રડાર એક મોટી છત્રી જેવું હોય છે. જે 40 મીટર જેટલા એરીયસમાં હોય છે. સેટેલાઇટ સાથે કનેક્ટ થઈને જ્યાં સ્ટેશન બનાવવામાં આવ્યું હોય ત્યાં સીધો સેકન્ડમાં મેસેજ મોકલી આપે છે. સુરતમાં સેન્ટ્રલ વોટર કમિશન (સીડબલ્યુસી)ના સર્વરમાં રડાર સેટેલાઇટથી ઇમેજ સ્કેન કરીને મોકલી આપે છે. સેકન્ડમાં મેસેજ મળવાથી કલાકો પછી વરસાદ અને પવનની માહિતી મળી જાય છે.

અગાઉ મૂકવામાં આવેલ રડાર માત્ર ચક્રવાતને ડિટેક્ટ કરતું હતું. પરંતુ માસ પહેલા તેને અપડેટ કરવામાં આવ્યું છે. હવે રડાર ડોપલર વેધર તરીકે અપડેટ થયું છે. જેથી માત્ર ચક્રવાતની નહીં, પણ વરસાદ અને વેધરની પણ આગાહી કરી શકાય છે. જેમાં સાઇક્લોનની સાથે હવાઓ કેટલી ઝડપથી આવી રહી છે, કઈ તરફ જવાની છે તે તમામ માહિતી મળે છે.

દક્ષિણ ગુજરાતની સુરક્ષા પણ રડાર સિસ્ટમમાં આવરી લેવાઇ

યુરોપ અને અમેરિકા જેવા દેશ સાથે સરખામણી કરી શકાય તેવી સિસ્ટમ

અન્ય સમાચારો પણ છે...