તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પંન્યાસ ચંદ્રશેખરજીની પુણ્યતિથિએ સંઘોમાં 5 હજાર આયંબિલ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંન્યાસ ચંદ્રશેખરજીની પુણ્યતિથિએ સંઘોમાં 5 હજાર આયંબિલ કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘ અને કૈલાશનગર જૈન સંઘમાં ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી, જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય હંસકીર્તિસૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં યુવપ્રધાન આચાર્ય સમ પંન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજની પાંચમી પુણ્યતિથિની ઉજવણી હજારો શ્રાવક-શ્રાવિકાઓએ ભારે દબદબાપૂર્વક કરી હતી. પૂજ્ય ગુરમૈયા પંન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજની ભવ્ય આબેહૂબ રંગોળી દ્વારા સમગ્ર સુરત વોટ્સએપ દ્વારા છવાઇ ગયું હતું. પૂજ્ય પંન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજે લખેલા 250 ઉપરાંત પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું. પૂજ્યશ્રીને સાચી શ્રદ્ધાંજલી આપવા માટે સમગ્ર સુરતમાં પાંચ હજાર આયંબિલ વિવિધ સંઘોમા થયા હતા. જીવદયા અને જિનશાસન ચંદ્રશેખર મહારાજનો પર્યાયવાચી શબ્દ હોવાથી અઠવાલાઇન્સ સંઘમાાં અબોલ પશુઓની જીવદયા માટે અનરાધાર રીતે વરસી પડ્યો હતો, અનુકંપા,સાધર્મિક ભક્તિ,પૂજારીઓનુ બહુમાન, જિનાલાયમાં અંગરચના અને પ્રભુ ભક્તિની રમઝટ જામી હતી.

પૂજ્ય પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું કે, પ્રભુના વચનો પ્રત્યે અને સુવિશુદ્ધ સંયમ માટે‘ગુરુમા’ કટ્ટર પક્ષપાતી હતા. સ્વગચ્છ કે પરગચ્છ હોય, સાધુ હોય કે સાધ્વી હોય, નાનો હોય કે મોટો, પ્રવચનકાર હોય કે તપસ્વી હોય કોઇના પણ નાના ગુણની પણ પ્રશંતા કરવાનું તેઓશ્રી ચુકતા નહોતા. પ્રવૃત્તિના ક્ષેત્રે તેઓ શિરમોર કક્ષાએ હતાં. સિંહની જેમ ગર્જના કરવામાં નંબર વન હતા. જંગલનો સિંહ બધા પશુઓને રડાવતો હોય છે પણ જિનશાસનનો સિંહ સુકૃતોની પ્રશંસા અને દુષ્કૃતોની નિંદા દ્વારા સ્વંય તેઓ રડતા અને અનેકોને રડાવતા હતા. બાહ્ય વૈભવ તો ટોચકક્ષાનો હતો પણ આંતર વૈભવ તો ચારચાંદ લગાવે તેવો હતો. પ્રવૃત્તિ કરતાં પણ પરિણતિના સ્તરે તેઓશ્રી મશહુર હતા. સુરતના ઘણા બધા સ્થાનોમા આયંબિલ તપ અને ગુણાનુવાદ થાય હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો