તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘આધ્યાત્મિક વિકાસનો મુખ્ય આધાર ધર્મકથા છે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીયસાહિત્યના ઉત્તમ ભાષ્યકાર આચાર્ય વિમલસાગર સુરિશ્વરજી મહારાજે શનિવારે વિરાટ્ ધર્મસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે વિજ્ઞાનનો વિકાસ આખોથી થયો છે, પણ આધ્યાત્મિક વિકાસ માટે તો કાનોની ભુમિકા મહત્વપુર્ણ રહી છે. લિખિત અને મુદ્રિત ધાર્મિક સાહિત્યના સભાવમાં પ્રાચિન કાળમાં ફક્ત કાન દ્વારા ધર્મકથાઓનું શ્રવણ કરી લોકો ધર્મ- અધ્યાત્મના માર્ગે આગળ વધતા હતા. ભારતીય ધાર્મિક પરંપરાઓ રીતે વિકસિત થઇ છે. સ્મૃતિ અને શ્રવણ ધર્મ સંસ્કૃતિના પાયાના સુત્રો રહ્યા છે.

ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસની સામે શ્રી ભુદ્ધિ-વીર ‌વાટીકાના વિશાળ મંડપમાં હજારો ભાવિકોને માર્ગદર્શન આપતાં આચાર્ય વિમલસાગર સુરિશ્વરજી મહારાજે આગળ જણાવ્યું હતું. ઔષધ રૂપે શ્રવણ કરવા જોઇએ એટલા માટે સહુથી પહેલા કાન બનવું જોઇએ. શ્રવણની યોગ્યતા કેળવી પાત્ર બનવું જોઇએ. યોગ્યતા વગર વિદ્યાઓનું દાન થઇ શકે. નિયમિત ધર્મદકથા શ્રવણમાં જીવનની સુખ-શાંતી તેમજ જ્ઞાનના વિકાસના સુત્રો પ્રાપ્ત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો