તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રેલવે તંત્ર ટિકિટ ચેકરોનો ભ્રષ્ટાચાર ડામવામાં નિરસ

રેલવે તંત્ર ટિકિટ - ચેકરોનો ભ્રષ્ટાચાર ડામવામાં નિરસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈથી દિલ્હી, અમદાવાદ વચ્ચેની મોટા ભાગની ટ્રેનોમાં ટીસી યાત્રીઓને ઉપલકની રકમ લઈ રિઝર્વેશનના સ્લીપર, એસી કોચિસમાં યાત્રા કરાવડાવે છે. જો ડિફરન્સની રસીદ બનાવે તો રેલવેને આવક થાય. રેલવેએ આવક વધારવા તત્કાળ, પ્રિમીયમ ક્વોટા પણ ઊભા કર્યા છે જોકે, નીતિ ટીસીઓએ ફેલ કરી દીધી છે. તેઓ ખાલી સીટ પર યાત્રા કરાવડાવી રૂપિયા ખિસ્સે ઘાલે છે. ગ્રાહક જે તે સ્ટેશન પરથી કુલી લાવી આપે છે. ડીબી સ્ટારે સ્ટીંગ કરતા નવજીવન એક્સપ્રેસનો ટીસી તત્કાળમાં જે ટિકિટ રૂ. 450માં સ્લીપરને મળે છે તેના રૂ. 150માં લઈ જઈ સીટ એલોટ પણ કરી દીધી અને સાથોસાથ કુલીઓના માધ્યમથી આવી ડાયરેક્ટ આવવા સુફિયાણીસલાહ પણ આપી. આવી રીતે અગષ્ટ ક્રાંતિનો ટીસી પણ અમારા કેમેરામાં કુલીઓ પાસેથી રકમ લઈ સીટ એલોટ કરતા કંડારાયો હતો. અહેવાલને પગલે સુરત એઆરએમએ પગલાં લેવડાવા પત્ર લખી બંને ટીસીઓના નામ-ઠામ મંગાવી પગલાં લેવડાવવાની વાત કહીં હતી પણ તે વાતને એક મહિનો વીતી ગયો હોવા છતાં પત્ર લખ્યો નથી. મામલે એઆરએમ ગરુડાને પુછતા કહ્યું કે ‘મેં પત્ર લખી પગલાં લેવડાવાનું કહ્યું હતું કે પણ વ્યસ્તતાને કારણે હું આમ કરવાનું ભૂલી ગયો.’ અહીં સવાલ થાય છે જે ઉચ્ચ પદ ધરાવે છે અને તેની જવાબદારીમાં બાબતો આવે છે તે અધિકારી ભ્રષ્ટાચારના કેસોમાં ગંભીરતા દાખવે તે કેટલું યોગ્ય.

ડીબી સ્ટારના સ્ટિંગમાં ટીસીની ‘લીલા’ કેદ થઈ હતી

એઆરએમએ ટીસીનું નામ-લિસ્ટ મંગાવી પગલાં લેવા કહ્યું હતું પણ અધિકારીઓને સમય મળ્યો!

અન્ય સમાચારો પણ છે...