બેડમિન્ટનમાં VNSGU ટીમ રનર્સ અપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભુવનેશ્વર ખાતે હાલમાં જ પરિપૂર્ણ થયેલી ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી ગર્લ્સ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમ રનર્સ અપ બની હતી.

કોચ ચૌહાણના જણાવ્યા અનુસાર આ સ્પર્ધામાં ચાર ઝોનની 16 ટીમે ભાગ લીધો હતો. VNSGUની ટીમે ક્વાર્ટર ફાઈનલમાં ઉસ્માનીયા યુનિવર્સિટી તથા સેમિફાઈનલમાં દિલ્હી યુનિવર્સિટીની ટીમને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.ફાઈનલના પ્રથમ રાઉન્ડમાં શેનન ક્રિશ્રયન 1-2થી બેંગ્લોરની રેશ્મા સામે પરાસ્ત થઈ હતી.બીજા રાઉન્ડની ડબલ્સમાં શેનન અને અંજલીની જોડી બેંગ્લોરની રેશ્મા અને શિખા સામે 0-2થી પરાસ્ત થઈ હતી. પરિણામે આ ટીમ બેંગ્લોરની જૈન યુનિવર્સિટી સામે રનર્સ અપ બની હતી.યુનિવર્સિટીની આ ટીમમાં શેનન,અંજલિ ઉપરાંત શિખા શાહ,મયુરી રાબડીયાને સના પંજવાણીનો સમાવેશ કરાયો હતો.

‌Badminton

બેડમિન્ટનમાં VNSGUની રનર્સ અપ ટીમ

અન્ય સમાચારો પણ છે...