• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 15મીથી RKKની ઇન્ટરસ્કૂલ એકાંકી નાટ્ય સ્પર્ધા યોજાશે

15મીથી RKKની ઇન્ટરસ્કૂલ એકાંકી નાટ્ય સ્પર્ધા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓના અભિનય ક્ષમતાને બહાર લાવવા માટે અને ભૂલાતી જતી એકાંકી નાટ્ય પ્રવૃતિઓને સજીવન કરવાના હેતુ માટે રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીવનભારતીના સંયુક્ત ઉપક્રમે આંતરશાળા એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધા 15 થી 18 ફેબ્રુઆરી દરમિયાન જીવનભારતી રંગભવન ખાતે યોજાશે. આ સ્પર્ધાને બે વિભાગમાં યોજાશે, જેમાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં યોજાશે, જેમાં ભાગ લેવા માટે પ્રવેશપત્ર, ઇનામની વિગતો અને નિયમોની યાદી ડીઇઓની વેબસાઇટ તેમજ જીવનભારતીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. ગયા વર્ષે આ નાટ્ય સ્પર્ધામાં કુલ 24 એકાંકી નાટ્ય કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...