• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કિડ્સ મેરેથોનમાં 2 હજાર બાળકો 8 કેટેગરીમાં દોડશે

કિડ્સ મેરેથોનમાં 2 હજાર બાળકો 8 કેટેગરીમાં દોડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકો પર થતાં અત્યાચાર અટકે અને એ વિશે સુરત શહેરમાં જાગૃતિ ફેલાવી શકાય એ માટે લીટલ મિલેનિયમ સ્કૂલ દ્વારા કિડ્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં વિવિધ 8 કેટેગરીમાં બે વર્ષથી લઇને દસ વર્ષના બાળકો ભાગ લેશે. આ મેરેથોન 21મી જાન્યુઆરીના રોજ સવારે 7 કલાકે વી.આઇ.પી રોડ પર આવેલા જમના બા પાર્ટીપ્લોટથી શરૂ થશે. મેરેથોનની તમામ કેટેગરીમાં 2 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. મેરેથોનની સાથે મેજીક શોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ બાળકોને ગેમ્સ પણ રમાડવામાં આવશે. આ મેરેથોનમાં 2 થી 3 વર્ષના બાળકો માટે 200 મીટર રનિંગ અને ટ્રાઇ સાઇકલિંગ, 3 થી 4 વર્ષના બાળકો માટે 300 મીટર રનિંગ અને ટ્રાઇ સાઇકલિંગ, 4 થી 5 વર્ષના બાળકો માટે 400 મીટર રનિંગ, 5 થી 7 વર્ષના બાળકો માટે 500 મીટર રનિંગ, 7 થી 10 વર્ષના બાળકો માટે 700 મીટર રનિંગ અને એન.જી.ઓના બાળકો માટે 200 મીટરની રનિંગ ઇવેન્ટ યોજાશે. બાળકોમાં સ્પોર્ટસમેનશીપ વધે તેમજ બાળકોના વિવિધ મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવી શકાય એ માટે આ મેરેથોન યોજાશે

સિટી

ઇવેન્ટ
અન્ય સમાચારો પણ છે...