• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગુગલમાં ‘બીટકોઇન શું છે?’ શબ્દ સર્ચ કરનાર શહેરમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું

ગુગલમાં ‘બીટકોઇન શું છે?’ શબ્દ સર્ચ કરનાર શહેરમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | હાલમાં જ ગુગલ દ્વારા ટોપ ટ્રેન્ડ સર્ચ કરનાર શહેરોની યાદી જાહેર કરી છે, જેમાં ‘બીટકોઇન’ શબ્દ સર્ચ કરનાર શહેરોમાં સુરત પ્રથમ ક્રમ પર છે. ગુગલના સર્વે પ્રમાણે 15 અને 16 જાન્યુઆરીએ 15 લાખ સુરતીઓએ બીટકોઇન શબ્દ ગુગલમાં ટાઇપ કર્યો હતો. સુરતીઓએ ગુગલને ‘બીટકોઇન શું છેω’, ‘બીટકોઇનમાં રોકાણ કેવી રીતે કરી શકાય’,‘બીટકોઇન ફ્રીમાં કેવી રીતે મળે છે’ જેવા પ્રશ્નો પુછ્યા હતાં. આ સર્ચની યાદીમાં અમદાવાદ 94માં ક્રમે આવ્યુ હતું.

નોઇડા 12માં ક્રમે, જયપુર 23માં ક્રમે આવ્યું
એક મહિનામાં દુનિયાના ક્યાં ટોપિક ચર્ચામાં છે એ જાણવા માટે ગુગલ દ્વારા સર્વે કરવામાં આવે છે અને ત્યાર બાદ ટોપ સર્ચની યાદી જાહેર કરવામાં આવે છે. આ ‌વખતે ટોપ સર્ચમાં ‘બીટકોઇન’ શબ્દ પ્રથમ ક્રમે આવ્યો હતો. ભારતના આંકડા પ્રમાણે તમામ શહેરોમાંથી સુરતમાં સૌથી વધારે વખત બીટકોઇન શબ્દ સર્ચ કરવામાં આવ્યો હતો. સમગ્ર દુનિયાની યાદીમાંથી ટોપ 100 શહેરોમાં ભારતના આંઠ શહેરો છે, જેમાંથી સુરત પહેલા ક્રમે છે. સુરત પછી નોઇડા 12માં ક્રમે, જયપુર 23માં ક્રમે, મુંબઇ 73માં ક્રમે, બેંગ્લોર 81માં ક્રમે, અમદાવાદ 94માં ક્રમે અને પૂણે શહેર 100માં ક્રમે છે.

બીટકોઇનમાં રોકાણ કરવામાં પણ સુરતીઓ પ્રથમ છે
બીટકોઇન શું છેω, બીટકોઇનમાં રોકાણ કેવી રીતે થાયω જેવા શબ્દો સુરતમાંથી છેલ્લા એક મહિનામાં સૌથી વધુ વાર સર્ચ થયાં
સાઇબર એક્સપર્ટ મીત શાહે કહ્યુ હતું કે ‘સૌથી વધારે બીટકોઇનમાં રોકાણ ક્યાં શહેરમાંથી થયું છેω એવો સર્વે કરવામાં આવે તો બની શકે છે સુરત પ્રથમ ક્રમે આવે. સુરતીઓ બીટ કોઇન શબ્દ સર્ચ કરવામાં જ નહીં પણ રોકાણ કરવામાં પણ પ્રથમ ક્રમે છે. હાલમાં ઇઝી મનીનો કન્સેપ્ટ આવ્યો છે, જેથી સરળતાથી રૂપિયા કમાવવાની લાલચમાં લોકો બીટકોઇનમાં રોકાણ કરે છે. પરંતુ બીટકોઇન અમાન્ય કરન્સી છે, એનો ખ્યાલ દરેક રોકાણકારે રાખવો જોઇએ.

બ્લેકમનીને વ્હાઇટ કરવા બીટકોઇનમાં રોકાણ વધ્યુ
સાઇબર એક્સપર્ટ ચિંતન પાઠકે સિટી ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ હતું કે ‘સરળતાથી જે જગ્યા પર રૂપિયાની આવક થાય છે તે જગ્યા પર લોકો વધારે રોકાણ કરે છે. નોટબંધી પછી એકા એક બીટકોઇનમાં રોકાણ કરવાનું શરૂ થયું, જેથી પ્રાઇઝમનીમાં ઉછાળો આવ્યો. બીટકોઇનમાં રોકાણ કરવાની પ્રક્રિયા પણ ખુબ આસાન હોવાથી લોકો નાના પાયે પણ બીટકોઇનમાં પૈસા નાંખતા થયાં છે. જો કે બીટકોઇનને આરબીઆઇ દ્વારા માન્યતા મળી નથી, જેથી રિસ્ક ફેક્ટર તો છે અને અનેક લોકોને બીટકોઇનના કારણે નુકસાની પણ ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...