ઉદ્યોગમાં ફેશન શો અને સેમિનાર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાનાર ઉદ્યોગ-2018 માં વિવિધ સેમિનાર અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. 19 થી 22 જાન્યુઆરી સુધી ઉદ્યોગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે, જેમાં 19મી જાન્યુઆરીના રોજ સાંજે 4 કલાકે ‘ન્યુ ડેવલપમેન્ટ ઈન યાર્ન એન્ડ ફેબ્રિક્સ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવશે, જ્યારે 20મીએ સવારે 11 કલાકે એન્જિનિયરિંગ વિકાસ એસોસિએશન દ્વારા મોટીવેશનલ સેમિનાર યોજાશે અને બપોરે 2.30 કલાકે સહકારી બેન્કિંગ સામેના પડકારો વિષય પર સેમિનાર યોજાશે. 21મી જાન્યુઆરીના રોજ સાંજે 5.30 કલાકે સ્ટર્સ કોલેજ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...