16મી સદીમાં સજાવટ માટે ઉનની રિબિનનો ઉપયોગ થતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘5 વર્ષ પહેલા મહિલાઓ ઉનની દોરીથી હેન્ડવર્ક કરી રૂમાલ, ફ્રોક અને બીજી એસેસરીઝ બનાવતી હતી. જે હવે એમ્બ્રોડરી મશીનની મદદથી ખુબ સરળતાથી બની શકે છે. આ એમ્બ્રોડરી મશીન અને ઉનનું સ્થાન હવે રિબિને લીધું છે.’ સ્ટુડન્ટ્સ રિબિન વર્ક શીખી શકે એ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન સ્ટડી દ્વારા રિબિન મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આ વાત ભૂમિ શાહ દ્વારા જણાવવામાં આવી હતી. એમણે આ વર્કશોપમાં હાથ રૂમાલ, ટેબલ રૂમાલ અને રિબિનને ફોલ્ડ કરીને વિવિધ ફેશન એસેસરીઝ બનાવી હતી. એમણે જણાવ્યુ હતું કે,‘16મી સદીમાં ભારતમાં સ્ત્રીઓ ઉન અને રેશનના દોરાનો ઉપયોગ કરીને ભરત ગૂંથણ દ્વારા વિવિધ વસ્તુઓ બનાવતી હતી. જેથી કહી શકાય કે રિબિન કલા ખુબ જ પ્રાચીન છે. 17મી સદીમાં ફ્રેન્ચ ક્રાંતિ પછી રિબિનનો ઉપયોગ કરીને રૂમાલ અને એસેસરીઝ પર રિબિન એમ્બ્રોડરીનો ટ્રેન્ડ શરૂ થયો. રિબિન શાઇનિંગ અને ટ્રેન્ડી લુક આપતી હોવાથી એ સમયે વસ્તુઓને સમજાવવા માટે એનો ઉપયોગ કરાતો.’

શહેરની એક ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં રિબિન મેકિંગ વર્કશોપ યોજાયો, સ્ટુડન્ટ્સે રિબિનનો ઉપયોગ કરીને વિવિધ ઇનોવેટીવ વસ્તુઓ બનાવી
સ્ટુડન્ટ્સે વર્કશોપમાં રિબિન ક્રાફ્ટની આ ટેકનિક શીખી
સ્ટુડન્ટ્સે રિબિનનો ઉપયોગ કરીને વિવિધ ઇનોવેટીવ વસ્તુઓ તૈયારી કરી ડિસપ્લે યોજ્યુ હતું.

સૌ પ્રથમ રેયોન, શાર્ટિન અને ફેબ્રિક્સના કલર પ્રમાણ રિબિન પસંદ કરવામાં આવે છે અને અને રિબિન વર્ક માટે અનુકૂળ હોય એવા રેશમ અને ઉનના દોરાની પસંદગી કરાય છે

ચેનિલ અને ટેપસ્ટ્રી નીડલ લેવામાં આવે છે, કેમ કે આ નીડલથી ફેબ્રિક્સમાં સરળતાથી હોલા પાડી શકાય છે અને એમાં સરળતાથી રિબિન પસાર કરી શકાય છે.

લાકડાની રીંગની અંદર ફેબ્રિક્સ ફીટ કરી, રિબિનને ફેબ્રિક્સમાંથી પસાર કરવામાં આવે છે. બે હોલ વચ્ચે અંદાજે 1 સેમીનું અંતર રાખીને ડિઝાઇન બનાવવાની શરૂઆત કરાય છે. રિબિનને વારંવાર ટ્વાઇસ કરીને દોરાની મદદથી ફ્લાવરનો આકાર આપી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...