તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પ્રમુખ સ્વામીની 96માં જન્મોત્સવની ઉજવણી સુરત શહેરમાં થવાની હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખ સ્વામીની 96માં જન્મોત્સવની ઉજવણી સુરત શહેરમાં થવાની હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં કરોડો હરિભક્તો શોકમગ્ન થઇ ગયા હતા. સાળંગપુર ખાતે તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતા. પ્રમુખ સ્વામી મહારાજ સાથે સુરતનો અનોખો સંબંધ રહ્યો છે. તેઓ સુરતમાં ઘણી ઓછી વાર આવ્યા હોવા છતાં પણ જે કિસ્સા પૂજ્ય પ્રમુખ સ્વામી સાથે જોડાયેલા છે તે તમામ આજે પણ ભક્તો ભુલ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજના 96માં જન્મોત્સવની ઉજવણીનો લ્હાવો સુરતને મળ્યો હતો. અડાજણ સ્વામીનારાયણ મંદિર દ્વારા તા.7 ડિસેમ્બર 2016ના રોજ સુરતમાં ઉત્સવ ઉજવવાનો હતો જેની તૈયારીઓ હરિભક્તો દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે એકાએક દુ:ખ: ઘટના જાણવા મળતા હરિભક્તો ભારે શોકમગ્ન થયા હતા. સુરત સાથે પ્રમુખ સ્વામીના ઘણા કિસ્સા જોડાયેલા છે.

ડુમસ ખાતે ઇ.સ.2000માં સુલતાનાબાદ ખાતે નવ નિર્માણ પામેલા સ્વામિનારાયણ મંદિરના ઉદ્ધાટનમાં પ્રમુખ સ્વામી પધાર્યા હતા. સમગ્ર મંદિર બનાવવામાં સી.કે.પીઠાવાળાએ મુખ્ય ભુમિકા ભજવી હતી. ત્યાં બાપાએ પધરાણી કરી હતી. સમયે કાંઠા વિસ્તારના લોકો હરિભક્તો આવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે સમયે લોકોને પ્રેરણા કરતાં હજારો લોકોએ વ્યસન મુક્તિ માટે શપથ લીધા હતા. આજે પણ લોકો ભુલ્યા નથી. ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ઘણા લોકોના જીવન સુધર્યા હતા.

અડાજણ બીએપીએસ મંદિરના ઘનશ્યામચરણ સ્વામી તેમજ કોઠારી ઉત્તમપ્રકાશ સ્વામીએ દુ:ખના સમયમાં હરિભક્તોને સાંત્વના આપી હતી. અડાજણ મંદિર ખાતે હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. વેડરોડ ગુરુકુલ ખાતે ચાલતી અખંડ ધૂનથી ઘણા પ્રભાવિત હતા. તેઓ તો અહિં આવી શક્યા હતા પણ સમયાંતરે તેઓ સંતોને અહિં મોકલતા હતા. ધૂનને 1 લાખ,60 હજાર કલાક થયા છે. ધુનનું શ્રવણ કરવાની તેમની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી.

15મીએ હરિભક્તો અંતિમ દર્શન કરી શકશે

પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન માટે હરિભક્તોની જનમેદની ઉમટી પડશે જેથી જિલ્લા પ્રમાણે પ્રમુખ સ્વામીના દર્શનની વ્યવસ્થા સંસ્થાન દ્વારા કરવામાં આવી છે. જેમાં તા. 15 ઓગસ્ટના રોજ તાપી, નર્મદા, ડાંગ, સેલવાસા, મુંબઇ, નવસારી, સુરત, બનાસકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરના હરિભક્તો તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકશે.

BAPSના ઘનશ્યામચરણ તથા ઉત્તમપ્રકાશ સ્વામીએ હરિભક્તોને સાંત્વના આપી

સ્વામીના નિધનની ઘટનાથી લાખો હરિભક્તો શોકમગ્ન બન્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો