તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિંગ રોડ પરની ચાર ઓફિસનાં તાળાં તૂટ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | રિંગરોડપર આવેલી એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં ચોથા અને પાંચમા માળે વકીલની ઓફિસ સહિત ચાર ઓફિસોને તસ્કરોએ નિશાન બનાવીને રોકડ અને મોબાઈલ મળીને 64 હજારની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.ચોરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા હતા. વેસુ સોમેશ્વરા ગેટ પાસે ઓમસાંઈ રો-હાઉસમાં રહેતા હીરલ પટવા વકીલાતનો વ્યવસાય કરે છે. તેઓની રિંગરોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં ઓફિસ નં. 407માં ચોરોએ તાળાં તોડીને તેમાંથી સીસીટીવી કેમેરા, વાયરિંગ, ડીવીઆર અને મોબાઈલ મળીને રૂ.4000ની ચોરી, ઉપરાંત વેપારીની ઓફિસ નં. 507માંથી રોકડ રૂ.64 હજાર તેમજ અન્ય બે ઓફિસના તાળાં ચોરી કરીને ભાગી ગયા હતા. સલાબતપુરા પોલીસે બિલ્ડીંગમાં અન્ય ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો