તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GST મુક્ત 7 લાખ વેપારીઓએ સીએના ચક્કર કાપવા પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમકે 75 લાખ સુધીના ટર્નઓવર સુધી ચોપડા નહીં રાખવાની છૂટ છે, એનાથી વધુ ટર્નઓવર હોય તો ચોપડા રાખવા ફરજિયાત છે. નોંધનીય છે કે આઇટીના રેકર્ડ પર શહેરમાં એ‌વા 7 લાખ વેપારીઓ છે જેઓ ચોપડા રાખતા નથી.

ટર્નઓવર લિમિટને લઇને ભારે વિરોધાભાસ સર્જાયો છે, જેના લીધે વેપારીઓ અકળાયા છે. જીએસટીની લિમિટના લીધે અત્યાર સુધી ચોપડા મેઇનટેઇન રાખવાની બાબતે આઇટીમાં જે છૂટછાટ મળતી હતી તે હવે રહેશે નહીં. સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે અત્યાર સુધી આઇટીમાં રૂપિયા 2 કરોડની લિમિટ સુધી વેપારીઓએ 44-એડીનો લાભ મળતો હતો. જેના લીધે હિસાબી ચોપડા રાખવા પડતા નથી. પ્રોફિટના 8 ટકા ટેક્સ ભરવાનો રહેતો હતો. લિમિટ કોઈ ક્રોસ કરે તો ઓડિટ કરાવવુ ફરજિયાત છે. લિમિટ હવે 8 ટકા ટેક્સ ભરવા પુરતી રાહતરૂપ રહી છે કેમકે ચોપડા રાખવા હવે ફરજિયાત થઈ ગયા છે. જીએસટીમાં પ્રાવધાન બદલાયું છે. જીએસટીમાં રૂપિયા 75 લાખ સુધીના ટર્નઓવર પર કમ્પોઝિશન સ્કીમ લાગુ થઈ છે. જેમાં ટર્નઓવર પર ધંધાના પ્રકાર મુજબ 1 કે 2 ટકા ટેકસની જોગવાઈ છે.

જીએસટીનું પ્રાવધાન

{75લાખ સુધી ચોપડા રાખવાની જરૂર નથી

{ 75 લાખની ઉપર ઓડિટ જરૂરી

{ ટર્નઓવર પર ટેક્સ ભરવો પડે

{ 20 લાખથી ઓછા ટર્નઓવર પર રજિસ્ટ્રેશનની જરૂર નથી

{ સ્ક્રુટિનીમાં કેસ આવશે નહીં

{ સરવેની પણ શક્યતા ઓછી છે.

આઇટીનું પ્રાવધાન

{બે કરોડના ટર્નઓ‌વર સુધી ચોપડા રાખવાની જરૂર નથી

{ જે ટર્નઓવર થાય એના ઓછામાં ઓછા 8% પ્રોફિટ બતાવી, સ્લેબ મુજબ ટેક્સ ભરવાનો

{ 8 ટકા કરતાં ઓછો ટેક્સ બતાવે તો હિસાબી ચોપડા રાખવા પડે અને ઓડિટ પણ કરાવવુ પડે.

IT-GSTના નિયમો વચ્ચેનો વિરોધાભાસ અકળાવશે

હાલ વેપારીઓ શું કરે છેω |આઇટીમાં 2કરોડ સુધી ચોપડા રાખવાના હોય વેપારીઓ માત્ર પોતાના રેકર્ડ માટે ચોપડા રાખે છે. વર્ષના અંતે માત્ર ટર્નઓ‌વરનો હિસાબને તે મુજબ રિટર્ન ભરતા હોય છે.

આઇટીમાં બે કરોડની લિમિટ સુધી ચોપડા નથી રાખવાના જ્યારે જીએસટીમાં 75 લાખની લિમિટ

અન્ય સમાચારો પણ છે...