તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડ્રિમ હાઇ સ્કોલરમાં ‘તમારા બાળકને જાણો’ પર સેમિનાર યોજાયો

ડ્રિમ હાઇ સ્કોલરમાં ‘તમારા બાળકને જાણો’ પર સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | સુરત

પોતાનાબાળકમાં રહેતી ખાસીયતો અને ખૂબીઓને બહાર લાવવાના ભાગરૂપે પેરેન્ટિંગ ફૉર પીસ સંસ્થા દ્વારા ડ્રીમ હાઈ સ્કૉલર સ્કૂલ ખાતે ‘KYC : તમારા બાળકને જાણો’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાલી અને બાળકો વચ્ચેનો સંબંધ ગાઢ કેવી રીતે બને, બાળકો જો ટીવી કે મોબાઇલ ફોનની જીદ કરે ત્યારે વાલીઓએ શું કરવું જોઇએ જેવા વિષયો પર ડૉ. કેતન ભરડવા, ડૉ. આરતી મહેતા, ડૉ. કમલેશ પારેખ, ડૉ. તૃપ્તિ પટેલ, ડૉ. સલીમ હિરાણી, ડૉ. સુષ્મા દેસાઈ, આરતી ઉપાધ્યાયએ માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં જણાવવામાં આવ્યું હતું કે ‘2 થી 6 વર્ષની ઉમર બાળકો વિકાસની (ફાઉન્ડેશન) ની ઉમર હોય છે. ત્યારે તેમને સાધનોની નહીં પણ પ્રેમ, હૂંફ અને સમયની જરૂરીયાત હોય છે. બાળકોના યોગ્ય વિકાસની સાથે બાળકોનું બાળપણ ખોવાય નહીં રીતે તેમનું લાલન-પાલન કરવું અગત્યનું છે. કાર્યક્રમના અંતે સ્કૂલ મેનેજમેન્ટના રાજેશ માહેશ્વરી અને સીએ મહેશ ચાંડકે અને પ્રિન્સિપલ વત્સલ ભટ્ટે આજના બદલતા સમય અને સંજોગોમાં પેરેંટિંગનું મહત્વ જણાવ્યું હતું.

સેમિનારમાં એક્સપર્ટ દ્વારા પેરેન્ટીંગ ટીપ્સ અપાઇ હતી

બાળકોને સાધનોની નહીં પણ હૂંફની જરૂરીયાત હોય છે

અન્ય સમાચારો પણ છે...