તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોમાં પુસ્તક અને ઈન્ટરનેટ વચ્ચે હરીફાઈ ચાલી રહી છે..!!

Edu. Seminar

સિટી રિપોર્ટર | સુરત

ડભોલીવિસ્તારની એક શૈક્ષણિક સંસ્થામાં ટેકનોલોજી અને પુસ્તક વચ્ચેનો તફાવત સમજાવવા વિચારગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયરાજ માંડાણી, ભાર્ગવ ધરસંડિયા, જૈનીશ શાણી, વિજય છેટા, કિશન સાણંદિયાએ પોતાના મંતવ્ય રજૂ કર્યાં હતાં. કિશન સાણંદિયાએ જણાવ્યું હતું કે ‘આજની 21મી સદીમાં ટેકનોલોજીની સાથે ભણતરનું મહત્વ માતા પિતા માટે વધી રહ્યું છે જ્યારે બાળકો માટે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જેવી કે મોબાઈલ, ટેબલેટ, લેપટોપ, કોમ્પ્યુટરનું મહત્વ વધતું રહ્યું છે, પણ જ્યાં સુધી માતા પિતા અને બાળકો એક બીજાનું મહત્વ સમજશે નહીં ત્યાં સુધી ભારત દેશ ટેકનોલોજીની સાથે તાલ મેળવી શકશે નહી. સવારે બાળક શાળા જાય ત્યારથી એને પુસ્તકનુ દરેક જ્ઞાન આપવામાં આવે છે.પરંતુ શાળા તથા પુસ્તકની બહારનું જ્ઞાન આપવામાં આવતું નથી. હું પોતે શિક્ષક છું છતાં પણ કહું છું . પાઠ્યપુસ્તકની અંદર નવી આધુનિક ટેકનોલોજીના પાઠ ઓછા અને જૂના ઈતિહાસના પાઠ વધારે છે. જ્યારે સમયમાં બાળકોને પ્રાયોગિક જ્ઞાન આપવું વધારે યોગ્ય છે. ઘણી શાળા અને ટ્યુશન ક્લાસિસમાં બાળકોને સારું શિક્ષણ આપવા માટે દરેક સુવિધાઓ આવવામાં આવે છે જે થકી બાળક પણ પોતે મહેનતનો રંગ લાવી બતાવે છે અને સફળતા મેળવી શકે છે.’

અન્ય સમાચારો પણ છે...