ખેડૂતોને હાઇટેક બનાવવા એપ બની ‘ખેડૂત મિત્ર’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ‘મારાપિતા ખેડૂત છે એટલે મને ખ્યાલ હતો કે ખેડૂતને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સરકાર દ્વારા ઓનલાઇન ભાવ જાહેર થતાં હોવા છતાં ખેડૂતને યોગ્ય ભાવ નથી મળતો. ખેડૂતોની આવી મુશ્કેલીઓને દુર કરવા માટે મે ખેડૂતમિત્ર નામની એપ્લિકેશન બનાવી’ આઇ.ટી.એન્જીનિયર રેનિશ ઘેટીયાએ સિટી ભાસ્કર સાથે વાત કરતા વાત જણાવી. રેનિશે સામાન્ય ખેડૂતને સમજાય માટે ગુજરાતીમાં એપ્લિકેશન બનાવી છે. એપ્લિકેશનમાં પાક ડોક્ટર, નજીકના યાર્ડ, માર્કેટ યાર્ડ, પાક વેચો, પાક સલાહ, ઉપગ્રહ તસવીર, હવામાન, પાક વિશે, ખેતીને લગતા સમાચાર, યોજનાઓ જેવી કેટેગરી આપવામાં આવી છે. જેથી ખેડૂત ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી ક્ષેત્રે અપડેટ થઇ શકે. હાલમાં એપ્લિકેશન 4 હજારથી વધુ ખેડૂત વાપરી રહ્યાં છે. એપ્લિકેશન એપસ્ટોર પર એવેલેબલ છે, જેમાં ‘ખેડૂત મિત્ર’ લખતાં એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...